પાણી વડે બનાવેલો સ્ટૉપ મોશન વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ

Published: Aug 14, 2020, 11:54 IST | Mumbai correspondent | Mumbai Desk

સ્ટૉપ મોશન વિડિયો કેવી રીતે બનાવાય છે એનો આછો ખ્યાલ આપે છે. બાકીની ૨૦ સેકન્ડ લાંબી ક્લિપમાં એ વ્યક્તિના શરીરની આઉટલાઇન બતાવવામાં આવે છે.

આસપાસનું પાણી પેલા માણસના શરીરના આકારની આઉટલાઇન બનાવે છે.
આસપાસનું પાણી પેલા માણસના શરીરના આકારની આઉટલાઇન બનાવે છે.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટૉપ મોશન વિડિયો તરફ નેટિઝન્સમાં ઘણું આકર્ષણ જામ્યું છે. હાઉસ ઑફ હાઇલાઇટ્સ નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા વિડિયોના આરંભમાં એક માણસ ચોક્કસ પોઝમાં કૉન્ક્રીટની જગ્યાએ સૂતો હોય છે. બીજો માણસ પેલા સૂતેલા માણસની આસપાસ પાણી છાંટે છે. આસપાસનું પાણી પેલા માણસના શરીરના આકારની આઉટલાઇન બનાવે છે. એ ઘટના સ્ટૉપ મોશન વિડિયો કેવી રીતે બનાવાય છે એનો આછો ખ્યાલ આપે છે. બાકીની ૨૦ સેકન્ડ લાંબી ક્લિપમાં એ વ્યક્તિના શરીરની આઉટલાઇન બતાવવામાં આવે છે.
અગાઉ બાસ્કેટબૉલ રમતા અને બૉલ ઉપરના હૂપમાં નાખવાની ઘટનાનો સ્ટૉપ મોશન વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો શૂટ કરતાં બે છોકરાઓને પાંચ દિવસ લાગ્યા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK