કમિશનરના બંગલા સામે થતું પાણીનું લીકેજ દૂર થયું

Published: 13th December, 2012 06:32 IST

મીરા-ભાઈંદર શહેરમાં પાણીની ખૂબ અછત હોવા છતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરના ઘર સામે જ દરરોજ હજારો લિટર પાણીનું લીકેજ થઈ રહ્યું હતું. એને કારણે પરિસરના રહેવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એમ છતાં પ્રશાસન ધ્યાન આપતું નહોતું. જોકે મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા બાદ અંતે એને રિપેર કરવામાં આવ્યું છે. મીરા-ભાઈંદરની ૧૦ લાખની જનતા માટે શહેરમાં શહાડ ટેમઘર પાણીપુરવઠા યોજના પાસેથી ૮૬ એમએલડી અને એમઆઇડીસી પાસેથી ૩૦ એમએલડી એમ ૧૧૬ એમએલડી પાણીપુરવઠો મળે છે. આ પાણીપુરવઠો ૪૫ કિલોમીટર દૂરથી આવતો હોવાથી ૧૦ ટકા પાણીનું લીકેજ થતું હોવાનું મહાનગરપાલિકા પ્રશાસન પાસેથી દ્વારા જાણવા મYયું છે. એથી મીરા-ભાઈંદરને ફક્ત ૧૦૬ એમએલડી પાણી મળે છે. શાસકીય નિયમ અનુસાર વ્યક્તિદીઠ ૧૫૦ લિટર પાણીની જરૂર પડે છે એ અનુસાર શહેરને વધુ ૫૦ એમએલડી પાણીપુરવઠાની આવશ્યક્તા છે. જોકે આ બાબતની ગંભીરતા પ્રશાસનને ન હોવાથી છેલ્લા કેટલાય વખતથી અહીં પાણીનું લીકેજ થઈ રહ્યું હતું. અંતે મિડ-ડે LOCALના અહેવાલ દ્વારા લોકોને આ લીકેજને કારણે કેવી હાલાકીનો સામનો કરવો પડે છે એની ગંભીરતા દર્શાવવામાં આવતાં અંતે એને રિપેર કરવામાં આવ્યું છે.

આ પરિસરમાં રહેતા રહેવાસીઓએ પાણીના લીકેજ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ઘણા વખતથી પાણીનું લીકેજ થઈ રહ્યું હતું, જેને કારણે પાણીની અછત થવાથી ભારે હેરાનગતિ વેઠવી પડતી હતી, પણ તમારા અહેવાલોએ પ્રશાસનની ઊંઘ ઉડાડી અને તાજેતરમાં જ રિપેરિંગ કરીને પાણીનું લીકેજ દૂર કરવામાં આવ્યું છે એટલે પરિસરની પાણીની સમસ્યા થોડી દૂર થઈ છે.’

એમએલડી = મિલ્યન લિટર પર ડે

એમઆઇડીસી = મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉપોર્રેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK