ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી, ડેમો ખાલીખમ થતા વધી ચિંતા

અમદાવાદ | Jul 13, 2019, 16:33 IST

ગુજરાતમાં વરસાદની અછતથી પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ડેમના તળિયા દેખાઈ જતા ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી, ડેમો ખાલીખમ થતા વધી ચિંતા
ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી(ફાઈલ તસવીર)

રાજ્યમાં ભરચોમાસે અછત જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 23.83 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં 29 તાલુકાઓ તો એવા છે જેમાં માત્ર 2 ઈંચ જ વરસાદ પડ્યો છે. 67 તાલુકામાં 2 થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે 99 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. જો જુલાઈ મહિનાના અંત સુધીમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી શકે છે.

ડેમની આવી છે સ્થિતિ
રાજ્યમાં કુલ 204 ડેમ છે. જેની સ્થિતિની વાત કરીએ તો તેમાં હાલ માત્ર 18 ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે ડેમોમાં સરેરાશ માત્ર 7.66 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના જળાશયોમાં માત્ર 9.17 ટકા પાણી છે તો ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર 15.88 ટકા પાણી છે. ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો. જેના કારણે પાણીની અછત છે જ.

વાવેતર કર્યું પણ વરસાદ નથી
સ્થિતિ એવી થઈ છે કે વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ મેઘરાજાએ હાથતાળી આપી. કરેલું વાવેતર બળી જાય તેવી શક્યતા ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ નથી સક્રિય
જો કે આગમી 5 દિવસ સુધી હજીય રાજ્યમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારનું કહેવું છે કે,'દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ કોઈ સિસ્ટમ નથી બની રહી. એટલે દક્ષિણ ગુજરાતને બાદ કરતા બીજે ક્યાંય વરસાદ નહીં પડે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK