બિલ ગેટ્સને પછાડી ઇલોન મસ્ક બન્યા વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ

Published: 25th November, 2020 14:38 IST | Agency | Washington

૧૦૨ અબજ ડૉલરની સંપત્તિની સાથે માર્ક ઝુકરબર્ગ પાંચમા નંબર પર

ઇલોન મસ્ક
ઇલોન મસ્ક

ટેસ્લાના પ્રમુખ અને બિલ્યનેર ઇલોન મસ્ક આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ઇલોન મસ્ક માઇક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પાછળ છોડીને દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ૪૯ વર્ષના ઇલોન મસ્કની નેટવર્થ ૭.૨ અબજ ડૉલર વધી ૧૨૭.૯ અબજ ડૉલર થઈ ગઈ છે. ટેસ્લાના શૅરમાં ભારે ઉછાળાના કારણે એના નેટવર્થમાં વધારો થયો છે. ઇલોન ગયાં બે અઠવાડિયાંથી પાંચમા નંબર પરથી બીજા નંબર પર આવી ગયા છે.

ઇલોન મસ્કે આ વર્ષે પોતાની નેટવર્થમાં લગભગ ૧૧૦.૩ અબજ ડૉલર જોડ્યા છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં જણાવ્યાનુસાર જાન્યુઆરીમાં ધનિકોના રૅન્કિંગમાં તે ૩૫મા સ્થાન પર હતા, પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સના જણાવ્યાનુસાર શનિવારે ૧૮૩ અબજ ડૉલરની સંપત્તિની સાથે જેફ બેઝોસ પહેલા નંબર પર હતા. ૧૨૮ અબજ ડૉલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબર પર હતા, જ્યાં હવે ઇલોન મસ્ક આવી ગયા છે. ૧૦૫ અબજ ડૉલરની સાથે બર્નાર્ડ અર્નાલ્ટ ચોથા નંબર પર અને ૧૦૨ અબજ ડૉલરની સંપત્તિની સાથે માર્ક ઝુકરબર્ગ પાંચમા નંબર પર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK