7 લાખ કરોડની બિઝનેસ-ડીલ અમેરિકા ટર્કી સાથે અટકાવશે, 50 ટકા સ્ટીલ-ટૅરિફ વધારશે

Published: Oct 16, 2019, 11:56 IST | વોશિંગ્ટન

ટ્રમ્પ આકરા પાણીએ : ટર્કી પરના પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા

ડોનલ્ડ ટ્રમ્પ
ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રેઝરી અને વિદેશ વિભાગને કહ્યું કે સિરિયામાં અશાંતિ ફેલાવવા માટે જવાબદાર વ્યક્તિ, સંસ્થાઓ અથવા ટર્કી સરકારના સહયોગીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. રાષ્ટ્રપતિએ આ સંદર્ભે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા ટર્કી સાથે ૧૦૦ બિલ્યન ડૉલર (અંદાજે ૭ લાખ કરોડ રૂપિયા)ની બિઝનેસ-ડીલની વાતચીતને તાત્કાલિક અટકાવી દેશે અને સાથે જ સ્ટીલ ટૅરિફને ૫૦ ટકા સુધી વધારી દેવામાં આવશે.

વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યું કે ટર્કીના ત્રણ અધિકારીઓને પ્રતિબંધિત કરવા માટે નામ આપવામાં આવ્યાં છે, જેમાં ઊર્જા અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ છે. અમેરિકાએ આ પગલા પૂર્વોત્તર સિરિયામાં ટર્કીના સૈન્યની કાર્યવાહીના જવાબમાં ઉઠાવ્યો છે. જો ટર્કી આ પ્રકારે જ હુમલા કરતું રહેશે તો એના વિનાશકારક પરિણામ આવશે, જે માનવસંકટમાં વધારો કરશે. ટર્કી સૈન્યની કાર્યવાહીઓને કારણે નાગરિકો અને સમગ્ર વિસ્તારની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

ટ્રમ્પે કહ્યું કે અમારા પ્રશાસને કાર્યાલયના પહેલા દિવસથી અમેરિકા અને એના નાગરિકોની સુરક્ષા માટે ઘણા પ્રયાસ કર્યા છે. ટર્કીએ પૂર્વોત્તર સિરિયામાં નાગરિકો, વિશેષ રીતે નબળા જાતીય અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષાઓને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

અમેરિકી રક્ષા મંત્રાલય પૅન્ટેગોને સિરિયામાં ટર્કી અભિયાનને આવેશમાં આવીને ભરેલું પગલું જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે આનાથી ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી સમૂહોને હરાવવાના પ્રયાસ અવરોધાય છે. અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પરે કહ્યું કે ઉત્તર સિરિયામાંથી અમેરિકી સેનાની વાપસી ચાલુ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK