લાંબું જીવવું હોય તો હાથ ધુઓ
ચેન્નઈની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ શનિવારે સ્કૂલના ગ્રાઉન્ડમાં હાથ ધોવાની આકૃતિ રચી હતી.
કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે જ્યાં-ત્યાં હાથ લગાડવો નહીં અને વારંવાર હાથ ધોવા એ જ સૌથી મોટો ઉપાય છે. આ વાત સમજાવવા માટે ચેન્નઈની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ શનિવારે સ્કૂલના ગ્રાઉન્ડમાં હાથ ધોવાની આકૃતિ રચી હતી. આ આકૃતિ રચવા માટે વિદ્યાર્થીઓએ ૨૫,૦૦૦ સાબુના ટુકડાનો ઉપયોગ કર્યો હતો.