આંધ્ર પ્રદેશના ક્રિષ્ના જિલ્લાના મિદનાપલ્લી ગામમાં થયેલા એક લગ્ન સમારંભનો વિડિયો ખૂબ વ્યાપક બન્યો છે. એ વિડિયો કોરોનાકાળમાં હવે પછીનાં લગ્ન કેવાં હોઈ શકે એનું નિરૂપણ કરી રહ્યો છે. એ વિડિયોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, ગ્લવ્ઝ, માસ્ક વગેરે દરેક બાબતે નિયમોનું પાલન સખતાઈથી થતું જોવા મળે છે. વિડિયોમાં વેઇટર્સ ફુલ પીપીઈ કિટ્સ પહેરીને મહેમાનોને જમણવારની વાનગીઓ પીરસે છે અને મહેમાનો પણ એકબીજાથી થોડે દૂર-દૂર બેસીને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવતા હોવાનું જોવા મળે છે.
આ લગ્ન બાવીસ જુલાઈએ યોજાયેલાં. એ માટે એક કેટરર્સને ત્રણ મહિના પહેલાં ૧૫૦થી ૨૦૦ પ્લેટ્સનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. ઑર્ડર આપતી વખતે કોરોના સામેની સાવચેતીનો ખ્યાલ રાખવાની સૂચના આપવામાં આવી હતી. વેઇટર્સ પીપીઈ કિટ્સ પહેરીને વાનગીઓ પીરસે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ બરાબર જળવાય એની તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. સ્વચ્છતા જાળવવા, ગ્લવ્ઝ અને સૅનિટાઇઝર્સ વાપરવા- વહેંચવા અને ટેમ્પરેચર ચેક કરવાની વ્યવસ્થા રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશમાં શ્રાવણ મહિનામાં લગ્નનો મહિમા ઘણો હોય છે. દેશનાં અન્ય રાજયોમાં લગ્નોના આયોજનની પરવાનગીની સત્તા જિલ્લા કલેક્ટર્સને સોંપવામાં આવી છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં મામલતદારને લગ્નની પરવાનગી આપવાની સત્તા સોંપવામાં આવી છે ત્યારે હવે આવી રીતે લગ્નની વણજાર ચાલુ થઈ જાય તો નવાઈ નહીં.
આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી
17th January, 2021 09:15 IST૨૦ મહિનાની બાળકી ભારતની સૌથી નાની ઑર્ગન ડોનર બની
17th January, 2021 08:57 ISTદેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 IST