અમેરિકન યુવતી સાથે ગેરવર્તન કરવા બદલ વેઇટરની અરેસ્ટ થઈ

Published: 8th December, 2011 08:00 IST

કોલાબા માર્કેટ પાસે સોમવારે ૨૨ વર્ષની અમેરિકન યુવતી સાથે ૨૨ વર્ષના યુવાને ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો બન્યો કે તરત કોલાબા પોલીસે તેની ધરપકડ કરી હતી.

 

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગેરવર્તનનો ભોગ બનેલી યુવતી ૯ જુલાઈએ ભારત આવી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર બાળકોની સલામતી અને શિક્ષણના મુદ્દે કામ કરતી બિનસરકારી સંસ્થા માટે આ યુવતી કામ કરે છે. તે અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આંકડાકીય માહિતી ભેગી કરીને એને સંસ્થાની કોલાબા માર્કેટ ખાતે અબ્બાસ બિલ્ડિંગમાં આવેલી ઑફિસમાં જમા કરાવતી હતી.

સોમવારે તે દાદરાથી નીચે જઈ રહી હતી ત્યારે વેઇટરનું કામ કરતા હમઝા બાવા ઉર્ફે હમઝા એમસીએ દાદરા પર જ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. યુવતીએ તરત જ આ વાતની ફરિયાદ તેની સંસ્થાની ઑફિસમાં નોંધાવી હતી, જેના પગલે તાત્કાલિક કોલાબા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મુદ્દે વાત કરતાં કોલાબા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘અમે આ કિસ્સામાં એ જ બિલ્ડિંગમાં આવેલી રેસ્ટોરાંમાં કામ કરતા હમઝાની ધરપકડ કરી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK