ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ગઈ કાલે યોજાયેલા મતદાનમાં વાસણા વિસ્તારમાં રહેતા વરરાજાએ તેની જાન જોડતાં પહેલાં મતદાન મથકમાં જઈને મતદાન કરીને પછી વરઘોડો કાઢ્યો હતો.
જેમના ગઈ કાલે મૅરેજ યોજાયા હતા તે વરરાજા બ્રિજ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાન એ આપણો અધિકાર છે એટલે આજે મારાં લગ્ન છે છતાં હું મતદાન કરીને આવ્યો છું. મતદાન એ પર્વ છે અને બધાએ મતદાન કરવું જોઈએ.’
ઉલ્લેખનીય વાત એ બની હતી કે બ્રિજ પટેલનાં જેમની સાથે મૅરેજ હતાં તે કન્યાએ પણ મતદાન કર્યું હતું. તેની વાત કરતાં બ્રિજ પટેલે કહ્યું હતું કે ‘મારી ફિયાન્સ સચીએ પણ મૅરેજ પહેલાં મતદાન કર્યું છે. મતદાન કરવા માટે અમારે
વાત થઈ હતી અને અમે બન્નેએ લગ્ન પહેલાં મતદાન કર્યું એની ખુશી છે.’
ઇંગ્લૅન્ડના 112 રનના જવાબમાં ભારતના ત્રણ વિકેટે 99 રન
25th February, 2021 10:44 ISTમોટેરા બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
25th February, 2021 09:06 ISTમળો ક્રિકેટ ક્રેઝી ગુજરાતી ફૅમિલીને
25th February, 2021 09:05 ISTઆજથી શરૂ થતી મોટેરા ટેસ્ટમાં કસોટી થઈ જશે કે પિન્ક કિતના પિન્ક હૈ?
24th February, 2021 11:33 IST