કૉન્ગ્રેસી નેતા વીરભદ્ર સિંહ છઠ્ઠી વખત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન બનશે

Published: 24th December, 2012 05:51 IST

હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસની જીતનું શ્રેય જેને આપવામાં આવે છે તે પાર્ટીના નેતા વીરભદ્ર સિંહની કાલે મુખ્ય પ્રધાન તરીકે વરણી કરવામાં આવી હતી.

તેઓ છઠ્ઠી વખત રાજ્યના મુખ્ય પ્રધાન બનશે. હિમાચલ પ્રદેશની કુલ ૬૮ બેઠકોમાંથી કૉન્ગ્રેસે ૩૪ બેઠકો મેળવી હતી, જ્યારે બીજેપીને ૨૭ બેઠકો મળી હતી. ગઈ કાલે વીરભદ્ર સિંહે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં ભ્રષ્ટાચાર દૂર કરવા યુદ્ધને ધોરણે કામ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મારી સરકાર ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડશે. આ સાથે તેમણે રાજ્યમાં સંખ્યાબંધ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK