પ્રેમી પંખીડા વિરાટ-અનુષ્કા એક જ કારમાં સાથે દેખાયા, જુઓ તસવીરો

Published: 28th October, 2014 07:56 IST

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનું બંન્નેનું નામ એકબીજા સાથે જોડાતું રહ્યું છે. અનુષ્કા અને વિરાટ લગ્ન કરી ઠરી ઠામ થશે એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે તાજેતરમાં આ પ્રેમી યુગલ મુંબઈની એક હોટલ અને કારમાં એકસાથે નજરે પડતા વિવિધ અફવાઓએ ભારે જોર પકડ્યુ હતું.

મુંબઈ : તા. 28 ઓક્ટોબર


વિટાર કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન છે. જ્યારે અનુષ્કા શર્મા બોલિવૂડની સ્ટાર અભિનેત્રી છે. બંને વચ્ચે પ્રેમસંબંધો હોવાની અફવા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પ્રેમી યુગલના સંબંધો લગ્નમાં પરિણમવાના છે તેવી ચર્ચાઓ થતી રહે છે. ક્રિકેટમાં વિરાટ કોહલીના નબળા દેખાવ પાછળ પણ અનુષ્કા સાથેના પ્રેમ સંબંધો જ જવાબદાર હોવાનું કહેવાતુ હતું. બે દિવસ અગાઉ વિરાટ કોહલીના પરિવારજનો મુંબઈ આવીને અનુષ્કાને મળ્યા હોવાના અહેવાલોય માધ્યમોમાં વહેતા થયાં હતાં. જોકે અનુષ્કાએ આ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા હતાં.

અફવાઓના ગરમ બજાર વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગઈ કાલે સોમવારની રાત્રે જ મુંબઈની એક હોટલમાં સાથે જોવા મળ્યા હતાં. ઉપરાંત તેઓ કારમાં પણ એક સાથે નજરે પડ્યા હતાં. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિરાટ-અનુષ્કાના આ ફોટોગ્રાફ વાઈરલ થઈ જતા બંન્નેના ચાહકોમાં ભારે ઉસુકતા જાગી હતી. વિરાટ અનુષ્કા મિત્રો સાથે એકદમ ખુશખુશાલ જણાંતા હતાં. બંને નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાના છે એ વાતને ફરી એકવાર જોર પકડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડા દિવસો પહેલા જ ભારતમાં રમાઈ રહેલી ફૂટબોલ લીગ ISLમાં એક મેચ દરમિયાન સાથે જોવા મળ્યાં હતાં.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK