Viral Video: બાળપણની યાદોને તાજી કરશે Tom and Jerry નું આ ટ્રેલર

Published: 18th November, 2020 19:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ટૉમ એન્ડ જેરીનું હવે એનિમેટેડ કાર્ટૂન રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરી બિલાડી અને ઉંદરની ધમાલ જોવા મળશે જે આપણે બાળપણમાં જોતા હતા. ટ્રેલર અપલોડ થવાની સાથે આ ખૂબ જ વાયરલ થયુ છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

આપણે બધાએ બાળપણમાં ટૉમ એન્ડ જેરીનું કાર્ટુન બહુ જોયુ છે. વૈશ્વિક ધોરણે ફૅમસ આ કાર્ટૂનને હજી પણ લોકો ખૂબ પસંદ કરે છે. વર્ષોથી આ કાર્ટૂનનું એક અલગ જ સ્તર છે જેને હજી સુધી બીજુ કોઈ કાર્ટૂન ટક્કર આપી શક્યુ નથી. એવામાં ટૉમ એન્ડ જેરીનું હવે એનિમેટેડ કાર્ટૂન રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં ફરી બિલાડી અને ઉંદરની ધમાલ જોવા મળશે જે આપણે બાળપણમાં જોતા હતા. ટ્રેલર અપલોડ થવાની સાથે આ ખૂબ જ વાયરલ થયુ છે.

વૉર્નર બ્રધર્સની આ ફિલ્મ સંપૂર્ણ એનિમેટેડ નથી. આમાં ફક્ત ટૉમ, જેરી અને અમૂક પ્રાણીઓને જ એનિમેશન રૂપે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં ટૉમ એન્ડ જેરીની લડાઈ/ધમાલને વાસ્તવિક અંદાજમાં રજૂ કરવામાં આવી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક હૉટેલમાં ખૂબ મોટા વીઆઈપી લગ્ન થવાના છે પરંતુ ત્યાંનો સ્ટાફ જેરીથી કંટાળેલો છે. જેરીને પકડવા માટે ટૉમની નિમણૂક કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે ધમાલ.

આ ફિલ્મમાં ટૉમ એન્ડ જેરીના પાત્ર ઉપરાંત ક્લોઈ ગ્રેસ મૉરેટ્સ, માઈકલ પેનયા, રૉબ ડિલૈની, કૉલિન જોસ્ટ અને જિયૉન્ગની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને ડાયરેક્ટ ટીમ સ્ટોરીએ કરી છે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK