નદીમાં તણાતા વ્યક્તિને બચાવવા આવ્યું હાથીનું બચ્ચું, જુઓ Viral Video

Published: Sep 17, 2019, 12:57 IST

હાથી આમ તો સૌથી શાંત પ્રાણી ગણાય છે, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, તો તે તબાહી મચાવી દે છે. તાજેતરમાં જ એક વીડિયો વાઈરલ થયો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

હાથી આમ તો સૌથી શાંત પ્રાણી ગણાય છે, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે, તો તે તબાહી મચાવી દે છે. તાજેતરમાં જ એક વીડિયો વાઈરલ થયો છે, જેને જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં દેખાય છે કે હાથીનું બચ્ચું નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા પાણીમાં ઉતરે છે. જે વ્યક્તિને બચાવવા હાથીનું બચ્ચું નદીમાં ઉતરે છે, તેને કિનારા સુધી લઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયો એક ટ્વિટર યુઝરે શૅર કર્યો છે. આ વીડિયો StanceGrounded નામના યુઝરે શૅર કર્યો છે. તેની સાથે તેણે લખ્યું છે,'મારુ હ્રદય રડી રહ્યું છે. હાથીના બચ્ચાને લાગે છે કે આ વ્યક્તિ નદીમાં ડૂબી રહ્યો છે. હાથીનું બચ્ચું તરત જ નદીમાં ઉતરે છે અને તેને કિનારા સુધી લઈ જાય છે.' ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ નદીમાં સ્વિમિંગ કરી રહ્યો હતો, પણ હાથીના બચ્ચાને લાગ્યું કે તે ડૂબી રહ્યો છે.

અહીં જુઓ વીડિયો

વાઈરલ વીડિયોમાં દેખાય છે કે હાથીનુ ઝુંડ નદી પાસેથી પસાર થાય છે, ત્યારે જ નદીમાં એક વ્યક્તિ તરતો દેખાય છે. મદનિયાને લાગે છે કે તે ડૂબી રહ્યો છે. હાથીનું બચ્ચું તરત જ તે વ્યક્તિ તરફ આગળ વધે છે અને તેને કિનારા સુધી પહોંચાડે છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ નદીમાં તરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ભાઈને સીટ-બેલ્ટ ન પહેરવા બદલ નોટિસ મળી

હાથીના બાળકને પાસે આવતું જોઈને તરતો વ્યક્તિ ગભરાઈ જાય છે અને તરતા તરતા કિનારા તરફ પહોંચે છે. જો કે ત્યાં સુધીમાં હાથી પણ પહોંચી જાય છે. અને તેને પગ વચ્ચે ફસાવી લે છે. વીડિયોમાં સંભળાય છે કે નદીમાં તરતો વ્યક્તિ હાથીને થેન્ક્યુ કહી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK