Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બતકે રવિવારે કરી એવી એક્સરસાઇઝ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

બતકે રવિવારે કરી એવી એક્સરસાઇઝ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

07 September, 2020 08:27 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

બતકે રવિવારે કરી એવી એક્સરસાઇઝ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

બતકે રવિવારે કરી એવી એક્સરસાઇઝ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ

બતકે રવિવારે કરી એવી એક્સરસાઇઝ, વીડિયો જોઇને તમે પણ રહી જશો દંગ


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પણ દંગ રહી જશો. આ વીડિયો વર્કર્સ (કામ કરનારા લોકો) માટે સંપૂર્ણપણે લાગૂ પડે છે જે રવિવારે વિચારે છે કે આજનો દિવસ આમ જ થોભી જાય અને આગળ જ ન વધે. ક્યારેક ક્યારેક લોકોને એ ફરિયાદ પણ હોય છે કે આજનો દિવસ (રવિવાર) જલ્દી પૂરો થઈ જાય છે. તેમને ઘણું બધું કરવું હતું, પણ ન કરી શક્યા. હવે એક આખા અઠવાડિયા પછી રજા મળશે. કંઇક આવો દ્રશ્ય જોવા મળે છે આ વીડિયોમાં. જ્યારે બતક રવિવારે ઍન્જૉય કરવા માગે છે. આ વીડિયો જોવામાં ખૂબ જ હાસ્યાસ્પદ પણ છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે એક બતક સ્વયંચલિત મશીન (એક્સરસાઇઝ કરવાની રનિંગ મશીન) સામે ઊભું રહે છે. ત્યાર પછી તે આની ઉપર ચડી જાય છે અને જેમ જેમ મશીન ચાલવા લાગે છે, તે પાછળ આવવાના પ્રયત્નો કરે છે. આની માટે તે પોતાના પગ પાછળ કરે છે. આ ઘટના ક્રમ ચાલ્યા કરે છે. વીડિયો જોઇને એવું લાગે છે કે, જાણે તે આગળ જવા માગતું જ નથી.




આ વીડિયો ભારતીય વન સેવા અધિકારીએ શૅર કર્યો છે
આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. આના કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે લોકોના મૂડ રવિવારે કંઇક આવા જ હોય છે. સુશાંત નંદાના આ વીડિયોને 10 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અને હજારથી વધારે લોકોએ લાઇક કર્યો છે. અમુક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે જેમાં ઘણાં લોકો તેમના આ વીડિયોને એગ્રી થાય છે તો કેટલાકે કહ્યું કે બતક મૂનવૉક કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 08:27 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK