Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Viral Video: પૉપકૉર્ન ખાતા શ્વાનને માલિકે રંગે હાથે પકડયો પછી થયું આ..

Viral Video: પૉપકૉર્ન ખાતા શ્વાનને માલિકે રંગે હાથે પકડયો પછી થયું આ..

11 November, 2020 08:53 PM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Video: પૉપકૉર્ન ખાતા શ્વાનને માલિકે રંગે હાથે પકડયો પછી થયું આ..

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ


સોશ્યલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં ઝડપથી દરેક વસ્તુ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એવો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક પાળતુ શ્વાન પૉપકૉર્ન ખાતો હોય છે અને જ્યારે તેનો માલિક તેને રંગે હાથે પકડે છે ત્યારે તેનું જે રિએક્શન હોય છે તે બહુ જ જબરજસ્ત અને જોવાલાયક છે.

પૉપકૉર્ન ખાતા શ્વાનનો વીડિયો સહુ પ્રથમ ટિક-ટૉક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રેડિટ પર શૅર કરવામાં આવ્યો છે અને તે ખુબ વાયરલ થયો છે. તેમજ લોકોને તે ખુબ પસંદ પણ આવી રહ્યો છે. એક નાની ક્લિપમાં જોઈ શકાય છે કે, શ્વાન બેગમાંથી પૉપકૉર્ન ખાઈ રહ્યો છે. પણ જ્યારે માલિક અવાજ આપે છે ત્યારે તેકંઈ બોલતો નથી અને પછી પોતાનું મોઢું તે જ બેગની અંદર છુપાવી લે છે. શ્વાનનું આ ક્યૂટ રિએક્શન સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વીડિયોની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, 'શ્વાને પૉપકૉર્ન ચોર્યા.' શ્વાનનું નામ બેયર છે. જ્યારે માલિક આ નામથી બોલાવે છે ત્યારે શ્વાન બહુ સરસ એક્ટિંગ કરે છે.



Dog steals popcorn ? from r/AnimalsBeingStrange

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે આ વીડિયો 1,200થી વધુ વખત અપ-વૉટ્સ મળ્યાં છે. તેના પર એક ટન કરતા વધુ કમેન્ટ્સ પણ આવી ગઈ છે.


વીડિયો જોયા પછી લોકો જાતજાતની કમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ કહ્યું છે કે, ‘શ્વાન મનમાં કહેતો હશે કે તમે મને જોઈ નથી શખતા એટલે હું નિર્દોષ છું’. તો અન્ય એક જણે શ્વાનનો બચાવ કરતા કમેન્ટ કરી છે કે, ‘શ્વાન ચોરી નહોતો કરતો પણ કોરોનાવાયરસથી બચવા માટે બેગને માસ્ક બનાવીને ચહેરા પર પહેરી રહ્યો છે’.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2020 08:53 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK