ઓનલાઈનના જમાનામાં લોકો ઘરના સામાનથી લઈને ખાવા-પિવાનું પણ ડિજિટલ માધ્યમે જ મગાવે છે. લોકોને હવે ઘરબેઠા લગભગ દરેક વસ્તુ મળી રહે છે. જોકે ફિલિપિંસમાં એક અલગ પ્રકારની ઘટના બની છે, જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક છોકરીએ ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો તો તેના ઘરની બહાર 42 ડિલિવરી બોય એકઠા થતા તે પણ અચંબામાં આવી ગઈ હતી.
ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ છોકરીના ઘરે ફૂડની ડિલિવરી કરવા 42 લોકો પહોંચ્યા હતા. ફિલિપિંસના સેબુ શહેરમાં એક સ્કૂલમાં ભણતી આ વિદ્યાર્થીનીએ બપોરના સમયે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો હતો. સમય જતા 42 ડિલિવરી બોય તેના ઘરની બહાર આવતા તેના સહિત સ્થાનિક દરેક લોકો વિચારમાં પડી ગયા હતા.
માહિતી પ્રમાણે ટેકનિકલ ખામીને લીધે આ સમસ્યા સર્જાઈ હતી. ડેન કેન્ઝી સુઆરીઝે તેના ફેસબુકમાં એક વીડિયો શૅર કર્યો હતો, જેનાથી આ ઘટના વિશ્વભરમાં વાયરલ થઈ રહી છે. એક નાનકડી ગલીમાં બહુ બધી સ્કૂટી ઉભી રહેતા તે ગલી જામ થઈ ગઈ હોવાનું જણાય છે. સાત વર્ષની છોકરીએ ઓનલાઈન ફૂડ મગાવ્યુ હતુ ,જે સમયે તેના ઘરમાં માતા-પિતા નહોતા. તે તેની દાદી સાથે જમવા ઈચ્છતી હતી. તેથી તેણે ઓનલાઈન ફૂડ મગાવ્યું હતું.
Viral Video: પીડાથી કણસતો હતો કોબરા, હૉસ્પિટલમાં આમ થઈ સારવાર
24th December, 2020 20:41 ISTવીડિયો વાઈરલ થતાં સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું આ...
20th December, 2020 21:21 ISTલકી અલીના વાયરલ થયેલા ‘ઓ સનમ’ વીડિયો માટે નફીસાએ કહ્યું આ...
18th December, 2020 17:11 ISTViral Video: આ પરિવારે તેમના વ્હાલા ડૉગીનું સિમંત એટલે કે 'ડૉગી શાવર' કર્યું
15th December, 2020 14:48 IST