Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથીને પણ ગલીપચી થાય હોં!

હાથીને પણ ગલીપચી થાય હોં!

23 December, 2020 09:10 AM IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાથીને પણ ગલીપચી થાય હોં!

હાથીને પણ ગલીપચી થાય હોં!


સામાન્ય રીતે આપણે રસ્તા પર બે ગલૂડિયાંને રમતાં જોઈએ કે કોઈ ગાયને એના વાછરડાને વહાલ કરતી જોઈએ તો ઘડીક જોવા માટે ઊભા રહી જઈએ અથવા મોબાઇલ ફોનનો કૅમેરા ઑન કરીને વિડિયો રેકૉર્ડ કરી લઈએ છીએ, પરંતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સને તો વધુ રોમાંચક દૃશ્યો ઉપલબ્ધ થાય છે. 

તાજેતરમાં લી એન રૉબર્ટસન નામના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે દક્ષિણ આફ્રિકાની સન્ડે રિવર્સ વૅલીના એડો એલિફન્ટ પાર્કમાં લીધેલી બે મદનિયાંની ગેલગમ્મતની તસવીરો સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થઈ છે. હાથીનાં બે બચ્ચાં જે રીતે બે માનવબાળ ધીંગામસ્તી કરતાં હોય એ રીતે મોજમસ્તી કરતાં જોવા મળે છે. બે મદનિયાંમાં મોટો ભાઈ નાના ભાઈને સૂંઢ વડે પેટમાં   ગલીપચી કરે અને નાનો ભાઈ હસતો-હસતો આળોટે. વળી પાછો નાનો ભાઈ મોટા ભાઈની પીઠ પર ચડી જાય એવી મોજમસ્તી લી એન રૉબર્ટસન નામના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના કૅમેરામાં તસવીરો અને વિડિયોરૂપે કેદ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 09:10 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK