Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડના રિક્ષાચાલકનો દીકરો બનવા માગે છે ન્યુરો સર્જન

મલાડના રિક્ષાચાલકનો દીકરો બનવા માગે છે ન્યુરો સર્જન

04 September, 2019 04:34 PM IST | મુંબઈ
વિનોદ કુમાર મેનન

મલાડના રિક્ષાચાલકનો દીકરો બનવા માગે છે ન્યુરો સર્જન

સમદ અહેમદ તેના નાના ઘરમાં.

સમદ અહેમદ તેના નાના ઘરમાં.


માલવની, મલાડની ઝૂંપડપટ્ટીથી સાયનની એલટીએમજી મેડિકલ કૉલેજના વર્ગખંડમાં પહોંચવા સુધીની અઢાર વર્ષના સમદની સફર એવા ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે, જેઓ ગરીબીના કારણસર શિક્ષણ અધૂરું છોડી દે છે.

સમદના પિતા રફિક અહેમદ (૪૭) રિક્ષા-ડ્રાઇવર છે અને તેમની રોજની આવક ૩૦૦ રૂપિયા છે, જ્યારે તેની માતા રૂખસાના (૩૬) સીવણકામ કરે છે.



નીટમાં ૬૧૭/૭૨૦નો સ્કોર કર્યા બાદ ૧ ઑગસ્ટે સમદે એલટીએમજીમાં સીટ મેળવી લીધી હતી. ગયા વર્ષે તેણે નીટમાં ૪૬૭/૭૨૦ સ્કોર કર્યો હતો અને નાયર ડેન્ટલ કૉલેજમાં ઍડ્મિશન મળી રહ્યું હતું, પણ તેના માર્ગદર્શક અને મદદકર્તા લાર્ઝી વર્ગિઝ (સેન્ટ મેથ્યુઝ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ)ના સૂચન અનુસાર તેણે ડેન્ટલમાં પ્રવેશ મેળવવાને બદલે એક વર્ષ રાહ જોવાનું પસંદ કર્યું.


એલટીએમજી મેડિકલ કૉલેજ ખાતે શરૂઆતના દિવસોમાં સમદને ફાંકડું બોલતા અને સમૃદ્ધ પરિવારમાંથી આવતા અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં ઘણી મુશ્કેલી થતી, પણ તેને કેટલાક એવા વિદ્યાર્થીઓ મળી ગયા જે તેની માફક જ અંગ્રેજીને બદલે સ્થાનિક ભાષા બોલતા હતા.

તેમાંયે સાઇકિયાટ્રી વિભાગના પ્રોફેસરના લેક્ચરે સમદને ઘણી રાહત આપી. તેમણે કહ્યું હતું, ‘સામાન્યપણે વિદ્યાર્થીઓ જ્યારે મોટી સંસ્થાઓમાં આવે છે ત્યારે વિવિધ સામાજિક-આર્થિક પરિબળોને તેમ જ ભાષાને કારણે લઘુતાગ્રંથિ અનુભવે છે, પરંતુ વિદ્યાર્થીઓનાં કપડાં પર ધ્યાન આપવાને બદલે તેમણે તેમના જ્ઞાનથી પ્રેરિત થવું જોઈએ.’


જૂના દિવસો વાગોળતાં સમદ કહે છે, ‘હું એક સરેરાશ વિદ્યાર્થી હતો અને અભ્યાસમાં પચાસ ટકા કરતાં વધારે માર્ક્સ લાવતો, પણ જ્યારથી હું ૯૦ ટકા કરતાં વધુ માર્ક્સ સાથે પ્રથમ ક્રમ લાવનારા શફિક અન્સારીની બાજુમાં બેસવા માંડ્યો ત્યારથી મને પણ અભ્યાસમાં રસ પડવા માંડ્યો.’

દુર્ભાગ્યે સમદે નીટમાં ઓછા માર્ક્સને કારણે એક વર્ષ જતું કરવું પડ્યું, ત્યારે તેના ક્લાસમેટ શફિક અન્સારી (૨૦)એ ૪૯૧/૭૨૦ માર્ક્સ મેળવ્યા અને જલગાંવની સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો. શફિકના પિતા દરજી છે અને તેના તથા સમદના અભ્યાસનો સમગ્ર ખર્ચ એક ટ્રસ્ટ ઉઠાવે છે.

સમદ કહે છે, ‘અમે ટ્રસ્ટનું નામ નથી જાણતા કે અમે ટ્રસ્ટીને પણ કદી નથી મળ્યા. અમે અમારી જરૂરિયાત મેડમ લાર્ઝીને જણાવીએ છીએ અને તેઓ અમને ધરપત આપે છે કે અમારા શિક્ષણમાં કોઈ અવરોધ નહીં આવે. અમારી કૉલેજ ફી અને મેડિકલનાં ખર્ચાળ પુસ્તકો, સઘળું અમને મળી રહે, એનું તેઓ ધ્યાન રાખે છે.’

‘મિડ-ડે’ સાથે વાત કરતાં શફિકે જણાવ્યું હતું કે ‘હું કાર્ડિઓલૉજિસ્ટ બનવા ઇચ્છું છું. એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે જ્યારે હું ખર્ચાળ કાર્ડિઆક ટ્રિટમેન્ટને પહોંચી વળવા માટે સક્ષમ ન હોય એવા ગરીબ દર્દીઓને જોઉં છું, ત્યારે હું તેમને પરવડી શકે એવા ખર્ચે શ્રેષ્ઠ સારવાર આપવાનો ધ્યેય ધરાવું છું.’

આ પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકા એક રૂપિયામાં વૉટર એટીએમ શરૂ કરશે

ઇન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (આઇડીએફ)ના સીઈઓ નારાયણ ઐયરે જણાવ્યું હતું કે ‘સમદ અને શફિક, બન્ને નબળી સામાજિક-આર્થિક સ્થિતિ ધરાવનારા પરંતુ તેમની ગરીબી કે નાણાકીય સ્થિતિને શિક્ષણ આડે અવરોધરૂપ ન બનવા દેનારા સેંકડો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. આઇડીએફ શક્ય તમામ રીતે આવી પ્રતિભાઓને મદદ પૂરી પાડવા માટેનું માધ્યમ માત્ર છે.’

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 04:34 PM IST | મુંબઈ | વિનોદ કુમાર મેનન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK