વિનોદ કાંબળી-ઍન્ડ્રિયા હ્યુઇટની લવસ્ટોરી : એન્ડ્રિયાનો ફોટો જોઈને જ કાંબળીના હોશ ઊડી ગયા હતા

Published: 4th November, 2011 20:40 IST

ફૉર્મર ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી પડેલો. પોતાના મિત્ર પાસે મૉડલ ઍન્ડ્રિયા હ્યુઇટને પ્રથમ વાર માત્ર ફોટોમાં જોઈને તેના હોશ ઊડી ગયેલા અને તેને મળવા માટે તેની બેકરારી જોઈને મિત્ર પણ મૂંઝાઈ ગયો હતો(પ્યાર કી યે કહાની સુનો - જિગીષા જૈન)

બૌદ્ધિક અને તાર્કિક દુનિયામાં જીવતા લોકો લવ ઍટ ફસ્ર્ટ સાઇટમાં માનતા નથી હોતા. આવી જ કંઈક માન્યતા ભારતના ફૉર્મર ક્રિકેટર વિનોદ કાંબળીની પણ હતી, પરંતુ તેણે પહેલી વાર ઍન્ડ્રિયાનો ફોટો જોયો ત્યારે એ માન્યતા ધરમૂળથી હલી ગઈ. આખરે જે તમે માનતા ન હો એ બધું જ સાબિત કરી બતાવે એનું જ નામ પ્રેમ.

લવ ઍટ ફર્સ્ટ સાઇટ

૨૦૦૪ના ડિસેમ્બર મહિનાની એક રાત્રે એક પાર્ટીમાં વિનોદના એક મિત્રે તેને ત્યારની પ્રખ્યાત ફૅશન-મૉડલ ઍન્ડ્રિયાનો ફોટો બતાવ્યો. એ પળને યાદ કરતાં વિનોદ કહે છે, ‘મેં મારી સમગ્ર જિંદગીમાં ક્યારેય એ વાત માની નથી કે લવ ઍટ ફર્સ્ટ સાઇટ જેવું કશું હોય, પણ ઍન્ડ્રિયાનો એક ફોટો મને ઉપરથી નીચે સુધી હલાવી ગયો. તેની ડિવાઇન સુંદરતા પર હું મોહી પડ્યો. મેં મારા મિત્રને કહ્યું કે તું કંઈ પણ કર, મારે આ છોકરીને કાલે જ મળવું છે.’

ઇન્તઝાર ઔર સહી

તેના મિત્રે બીજે દિવસે ઍન્ડ્રિયાને બોલાવવા માટે એક પાર્ટીનું આમંત્રણ આપ્યું. વિનોદ ઍન્ડ્રિયાને મળવા માટે ખૂબ જ આતુર હતો. આ આતુરતામાં જ તેણે બાંદરા જિમખાનામાં છ કલાક તેની રાહ જોઈ, પણ ઍન્ડ્રિયા ન આવી. વિનોદ કહે છે, ‘તેના ન આવવાને કારણે હું ખૂબ અપસેટ થઈ ગયો. મારે તેને કોઈ પણ કિંમતે મળવું જ હતું.’

એના જવાબમાં ઍન્ડ્રિયા કહે છે, ‘મને એમ કે આ કોઈ કૅઝ્યુઅલ પાર્ટીનું આમંત્રણ છે. હું એ દિવસે થાકી ગઈ હતી એટલે પાર્ટીમાંં નહોતી ગઈ. મને શું ખબર કે વિનોદ કાંબળી મને મળવા માટે તલપાપડ થઈ રહ્યો છે? જો એવી ખબર હોત તો આટલી રાહ ન જોવી પડી હોત.’

પહેલો પડાવ ફ્રેન્ડશિપ

વિનોદ અને ઍન્ડ્રિયાના તે કૉમન ફ્રેન્ડે વિનોદની હાલત જોઈ ઍન્ડ્રિયાને ફરી ફોન કરી પહેલી મુલાકાત માટે મનાવી લીધી. આમ ફાઇનલી બન્ને મળ્યાં ખરાં. વિનોદ માટે તો લવ ઍટ ફસ્ર્ટ સાઇટની ફીલિંગ પાકી હતી, છતાં તેણે એવું કશું જ જતાવ્યું નહીં અને સંબંધની શરૂઆત મિત્રતાથી થઈ. ઍન્ડ્રિયા કહે છે, ‘પહેલી મુલાકાતમાં મને પ્રેમ જેવી કોઈ પ્રતીતિ થઈ નહોતી. પણ હા, એવું ચોક્કસ લાગેલું કે વિનોદ સાથે મને ફાવશે. તે દિલથી ખૂબ જ સારો માણસ છે. આમ તે મારો સારો ફ્રેન્ડ બની શકશે.’

મુલાકાતોની અસર

ઍન્ડ્રિયાની એક વાત મને ખૂબ પસંદ હતી એ યાદ કરતાં વિનોદ કહે છે, ‘આખી દુનિયા મને એક સેલિબ્રિટીની નજરે જ જોતી હતી, પણ ઍન્ડ્રિયા માટે વિનોદ ફક્ત વિનોદ જ હતો. મારા નામની આગળ કોઈ ટૅગની તેને જરૂર જ નહોતી.’

આ વિશે ઍન્ડ્રિયા કહે છે, ‘હું ત્યારે એક પ્રખ્યાત ફૅશન-મૉડલ હતી, પણ મારાં સપનાંઓ એક સામાન્ય છોકરી જેવાં હતાં. મને એક પ્રેમાળ પતિની ઝંખના હતી એટલે વિનોદમાં હું એ જ ક્વૉલિટી ઝંખતી હતી. સુપરમૉડલ બનવામાં મારા જીવનની પૂર્ણતા મને લાગતી નહીં. એને બદલે હું એક સારી પત્ની અને મા બનવા માગતી હતી.’

પ્રેમનો અહેસાસ

મિત્રતાના તાંતણે બન્ને વચ્ચે પ્રેમ ક્યારે પાંગર્યો એની બન્નેને જ ખબર ન પડી. વિનોદ કહે છે કે ઍન્ડ્રિયાએ જે પળે કબૂલ્યું કે તે મને પ્રેમ કરે છે એ પળ મારા જીવનની સર્વશ્રેષ્ઠ પળ હતી. બન્નેનાં માતા-પિતા પણ આ સંબંધથી ખૂબ ખુશ હતાં. આમ, ઘરઘરાવ પોતાના પ્રેમને કમિટમેન્ટનું સ્વરૂપ આપવા માટે ઍન્ડ્રિયાના જન્મદિવસે જ વિનોદે તેને એન્ગેજમેન્ટ-રિંગ પહેરાવી દીધી અને બન્નેએ એકબીજાને જનમોજનમ સાથ નિભાવવાના કૉલ આપ્યા.

યાદગાર પળ

મુંબઈમાં રહેતી ઍન્ડ્રિયા જયપુરની કૉન્વેન્ટ સ્કૂલમાં ભણી છે. નાનપણમાં સ્કૂલના ચર્ચમાં જ્યારે તે પ્રાર્થના કરતી ત્યારે તેણે એક સ્વપ્ન્ા સેવ્યું હતું કે તેનો જીવનસાથી તેને આ જ ચર્ચમાં, ઈશ્વરની સાક્ષીએ પ્રપોઝ કરે. આ સ્વપ્ન્ા વિશે વિનોદને વાત-વાતમાં જાણ થઈ હતી. એન્ગેન્જમેન્ટ પછી ઍન્ડ્રિયા તેના સ્કૂલના પ્રિન્સિપાલને મળવા જયપુર ગઈ ત્યારે વિનોદ પણ તેની સાથે ગયો અને ઍન્ડ્રિયાનું સેવેલું સ્વપ્ન્ા હકીકતમાં પરિણમ્યું. ઍન્ડ્રિયા કહે છે, ‘નાનપણમાં સેવેલું સ્વપ્ન આ રીતે પૂરું થશે એની મને કલ્પના પણ નહોતી. મારા માટે એ શૉકિંગ સરપ્રાઇઝ હતી. એ પળ અમારા બન્ને માટે ખૂબ જ ખાસ છે.’ ત્યાર બાદ ૨૦૦૬ના સપ્ટેમ્બર મહિનામાં બન્નેએ લગ્ન કરી લીધાં.

મીઠા ઝઘડાઓ

પ્રેમની મીઠાશ ઝઘડામાં જ છે એ વિશે ઍન્ડ્રિયા કહે છે, ‘વિનોદ પહેલાં મારી વાત સાંભળતો જ નહીં. તેની મનમરજી મુજબ જ વર્તે. મને ખબર હોય કે આ નિર્ણય તેનો સાચો નથી એટલે હું સતત તેને ટોકતી રહું, પણ તે પોતાની મરજી મુજબ જ વર્તે. જ્યારે કોઈ બાબતનું પરિણામ ખરાબ આવે ત્યારે છેક તેને રિયલાઇઝ થાય કે હું સાચું કહેતી હતી. શરૂઆતમાં આ બાબતે અમારી વચ્ચે ઘણી અનબન થઈ છે, પણ હવે વિનોદ બદલાઈ ગયો છે. મારી વાત સાંભળે છે અને સમજે પણ છે.’

પત્નીનાં વખાણ કરતાં વિનોદ કહે છે, ‘જ્યારે તમે માર્ગથી ભટકો ત્યારે તમને સાચા ફ્રેન્ડ-ફિલોસૉફર-ગાઇડની જરૂર પડે છે. આ ત્રણેય ગુણો જો પત્નીમાં હોય તો તેનો પતિ ખૂબ લકી ગણાય. મને ખૂબ ખુશી છે કે મારી પત્નીમાં આ ત્રણેય ગુણ છે.’

ઈશ્વરની ભેટ

ઍન્ડ્રિયાના કહેવા મુજબ લગ્ન્ા પછી વિનોદમાં કોઈ સૌથી મોટો બદલાવ આવ્યો હોય તો એ છે પ્રાર્થનામાં વિશ્વાસ. તેમના ઘરમાં તેઓ દરરોજ સાંજની પ્રાર્થના સાથે મળીને કરે છે. અને કદાચ એ પ્રાર્થનાઓની ભેટસ્વરૂપે તેમને ૧૫ મહિનાનો પુત્ર જીઝસ છે. આજે ઍન્ડ્રિયા ખૂબ ગર્વથી કહે છે કે વિનોદ ખૂબ જ પ્રેમાળ પતિ છે અને એક જવાબદાર પિતા પણ.

એક અધૂરું સપનું

ઍન્ડ્રિયા અને વિનોદનું એક સપનું હતું કે ક્રિિયન વિધિ મુજબ લગ્ન્ા ચર્ચમાં થાય, પરંતુ એ સમયે કોઈ કારણોસર એ શક્ય ન બન્યું. આજે પણ બન્ને પતિ-પત્ની પોતાના આ સપનાને પૂરું કરવા ઇચ્છે છે. તેઓ કહે છે, ‘ભગવાનની ઇચ્છા હશે તો નજીકના ભવિષ્યમાં જ અમે ફરીથી લગ્ન્ા કરીશું. આ લગ્ન્ાની સૌથી સ્પેશ્યલ વાત એ હશે કે અમારો પુત્ર જીઝસ પણ અમારી સાથે હશે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK