વિલાસરાવ દેશમુખની ત્રણેય પુત્રવધૂઓ ફિલ્મી છે

Published: 20th August, 2012 05:05 IST

ગયા અઠવાડિયે અવસાન પામેલા વિલાસરાવ દેશમુખને ગ્લૅમર-વર્લ્ડ સાથે કંઈક લેણું હોય એવું લાગતું હતું.

vilashrao-familyએ તો જાણીતી વાત છે કે તેઓ કૉલેજમાં હતા ત્યારે તેમને ફિલ્મોમાં આવવાની ઇચ્છા હતી. જોકે ઓછી જાણીતી અથવા ઓછી ચર્ચાતી વાત એ છે કે તેમની ત્રણેય પુત્રવધૂઓ ગ્લૅમર-જગતની છે. તેમનો સૌથી મોટો દીકરો અમિત ટીવી-ઍક્ટર અદિતિ પ્રતાપ ઘોરપડેને પરણ્યો છે. વિલાસરાવનો રાજકીય વારસદાર અમિત લાતુરનો વિધાનસભ્ય છે. અદિતિએ ‘કોશિશ એક આશા’, ‘સાત ફેરે’ અને ‘સલોની કા સફર’ જેવી સિરિયલોમાં કામ કરેલું. મૉડલિંગથી પોતાની કારકિર્દી શરૂ કરનારી અદિતિએ ઊર્મિલા માતોન્ડકરની ફિલ્મ ‘બનારસ’માં પણ નાનકડો રોલ કરેલો. વિલાસરાવનો વચલો પુત્ર રિતેશ ઍક્ટર છે અને બધાને ખબર છે એમ ઍક્ટ્રેસ જેનિલિયા ડિસોઝાને પરણ્યો છે. સૌથી નાનો પુત્ર ધીરજ ફિલ્મ-નિર્માતા વાશુ ભગનાણીની દીકરી અને ઍક્ટર જૅકી ભગનાણીની બહેન હનીને પરણ્યો છે. હનીનો જુહુમાં ફર્નિશિંગ્સનો સ્ટોર છે અને ધીરજ દેશમુખ પરિવારની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન સંભાળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK