Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના મોટા શહેરોએ વાપરેલું પાણી ફરી વપરાશે, CMની જાહેરાત

ગુજરાતના મોટા શહેરોએ વાપરેલું પાણી ફરી વપરાશે, CMની જાહેરાત

30 June, 2019 06:48 PM IST | ગોંડલ

ગુજરાતના મોટા શહેરોએ વાપરેલું પાણી ફરી વપરાશે, CMની જાહેરાત

ગુજરાતના મોટા શહેરોએ વાપરેલું પાણી ફરી વપરાશે, CMની જાહેરાત


રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે રાજ્યના 8 મહાનગરોમાં વપરાયેલું પાણી રિસાઈકલ કરીને પરી વાપરવામાં આવશે. ગોંડલમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવા પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. ગોડલમાં વિકાસ કામોનું લોકાર્પણ કરતા પીએમ મોદીએ કહ્યું હતું,'ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમા શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓ ની ટિમ ને જન ભાગીદારી થી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામો ના આયોજન ની પ્રેરણા આપતા કહ્યું કે રાજ્ય સરકાર આ હેતુસર નગર પાલિકાઓ ને મદદ સહયોગ કરશે. સીએમ રૂપાણીએ કહ્યુ, . મહાનગરોમા ગટરનુ પાણીનુ રીસાયકલીંગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઇમા તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામા આવી રહ્યા છે તેમજણાવ્યુ હતુ. મહાનગરોનુ 70 ટકા વેસ્ટ પાણીનો શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ થાય તે દિશામા હાથ ધરાશે.'

આ ઉપરાંત પોતાના સંબોધન દરમિયાન સીએમ વિજય રૂપાણીએ પાણીની તંગીથી પીડાતા સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ વ્યક્ત કરી હતી. ગુજરાતને પાણીની તંગીથી મુક્ત કરવા માટે જળસંગ્રહ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું,'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમા જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાતના આગેવાની લઇ રહ્યુ છે અને હજુ બે વર્ષ સુધી જળ સંગ્રહ અભિયાન જનભાગીદારી સાથે ચલાવાશે.'



આ પણ વાંચોઃ ગુજરાતમાં બનાવવામાં આવશે યોગ બોર્ડ, CM રૂપાણીની જાહેરાત


સીએમ વિજય રૂપાણીએ આ જ મામલે પોતાના સંબોધનમાં વધુ વાત કરતા કહ્યું કે,'સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે અને છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીને સંગ્રહ કરવાના ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહ્યો છે. આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામા આવશે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 8 સ્થળોએ ખારા પાણીના શુદ્ધીકરણના પ્લાન્ટ શરૂ કરવામા આવશે.'


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 06:48 PM IST | ગોંડલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK