કરોડોના દેવાદાર માલ્યાએ મંદિરને ૮૦ લાખનો સોનાનો દરવાજો આપ્યો

Published: 25th August, 2012 09:31 IST

કિંગફિશર ઍરલાઇન્સના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ વિજય માલ્યા પાસેથી બૅન્કોના ૮૦૦૦ કરોડ રૂપિયા લેણાં નીકળે છે અને ઍરલાઇન્સના કર્મચારીઓ તેમની સામે છ મહિનાથી વેતન નહીં ચૂકવવાનો આક્ષેપ કરી રહ્યા છે.

 

 

જોકે વિજય માલ્યાએ કર્ણાટકના દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલા કુક્કી સુબ્રમણ્યમ મંદિરને ૮૦ લાખ રૂપિયાની કિંમતનો સોને મઢેલો દરવાજો આપ્યો હતો.

 

 

અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતા માલ્યા અવારનવાર આ મંદિરનાં દર્શને આવે છે. આ ઉપરાંત તેઓ તિરુપતિ ખાતે ભગવાન બાલાજીનાં પણ સમયાંતરે દર્શન કરે છે. માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સે કામગીરી શરૂ કર્યા બાદ ભાગ્યે જ ક્યારેય નફો કર્યો છે. ફેબ્રુઆરી મહિનાથી ઍરલાઇન્સના કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવ્યું નથી. જોકે કિંગફિશરના નામે બિયર બનાવતી તેમની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝનો પર્ફોર્મન્સ સારો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK