ગેલ સાથે ફોટો શૅર થયા પછી ટ્રોલ થયો માલ્યા, ટ્વીટ કરી આપ્યો જવાબ

Published: Jul 14, 2019, 21:22 IST

ભારતીય બેંકને 9 હજાર કરોડના રૂપિયાનો ચૂનો લગાડીને વિજય માલ્યાએ ક્રિકેટર ક્રિસ ગેલની સાથેનો ફોટો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં માલ્યાને ચોર ગણાવ્યો હતો જો કે માલ્યાએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો

ક્રિસ ગેલ વિજય માલ્યા સાથે
ક્રિસ ગેલ વિજય માલ્યા સાથે

ભારતીય બેંકને 9 હજાર કરોડના રૂપિયાનો ચૂનો લગાડીને વિજય માલ્યાએ ક્રિકેટર ક્રિસ ગેલની સાથેનો ફોટો શેર કર્યો છે. ગેલ સાથે ફોટો પોસ્ટ કર્યા પછી વિજય માલ્યા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ક્રિસ ગેલે શનિવારે તસવીર શેર પોસ્ટ કર્યો હતો જેમા તે વિજય માલ્યા સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં માલ્યાને ચોર ગણાવ્યો હતો જો કે માલ્યાએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે, "હું પૈસા પરત આપવાની વાત કહી ચુક્યો છું. કહો ભારતીય બેંકોને પોતાના પૈસા પરત લઈ લે."

ક્રિસ ગેલે આ ફોટો ફોર્મૂલા-1 બ્રિટિશ ગ્રાંડ પ્રિક્સ 2019ના વેન્યૂમાં લીધો હતો અને વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલે ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે બિગ બોસની સાથે મળવાનો એક સારો અનુભવ રહ્યો. ક્રિસ ગેલ વિજય માલ્યાની આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો જ સભ્ય છે.

વિજય માલ્યાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યુ હતું કે, 'માલ્યા મોટો દેશભક્ત છે. તે માત્ર ભારતીયો પાસેથી જ ચોરી કરે છે.' ભાગેડુ માલ્યાએ જવાબ આપતાં લખ્યું કે, 'પ્લીઝ, મને ચોર કહેતા પહેલાં પોતાની પાસેની માહિતીને યોગ્ય કરો. જે લોકો મને ચોર કહે છે, તમારી બેંકને પૂછો કે તેઓ 100 ટકા રકમ કેમ પરત નથી લઈ રહી, જેને હું છેલ્લા એક વર્ષથી ઓફર કરી રહ્યો છું. પહેલા બધી માહિતી મેળવી લો પછી નક્કી કરો કે ચોર કોણ છે ?'

આ પણ વાંચો: જો તમે પણ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો જાણો તેના ફાયદા અને નુકસાન

માલ્યા પર ભારતીય બેંકના 9000 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. મુંબઈની વિશેષ અદાલતે તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે. EDએ તેની સંપત્તિઓ પણ ડિટેન કરી છે. માર્ચ 2016માં માલ્યા લંડન ભાગી ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK