વિધાનસભામાં પાણીના મામલે નીતિન પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી

Published: 11th December, 2019 09:55 IST | Gandhinagar

ધાનાણીનો દાવો - મોદીની સુજલામ યોજનામાં ૧૧૨૮ કરોડનો ભ્રષ્ટાચાર છે એટલે સરકાર જાહેર કરતી નથી

ગુજરાત વિધાનસભામાં આજે ટૂંકા સત્રના બીજા દિવસે સૌની યોજનાને લઈને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક ટપાટપી થતાં ગૃહમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. નીતિન પટેલે કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનોનાં નામો લઈને આ મુખ્ય પ્રધાન ધુરંધર હતા અને તેમના એક અવાજે ગુજરાત ભડકે બળતું હતું છતાં તેઓ ગુજરાતની પીવાના પાણીની તરસ છિપાવવામાં નિષ્ફળ ગયા હોવાનો ટોણો મારતાં કૉન્ગ્રેસના સભ્યો વીફર્યા હતા, જેના જવાબમાં ધાનાણીએ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને તેમના શાસનમાં પાણી માટેની સુજલામ સુફલામ યોજનામાં ૧૧૨૮ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને નીતિન પટેલને પડકાર ફેંક્યો કે જો આ યોજનામાં ભ્રષ્ટાચાર ન થયો હોય તો એનો તપાસ રિપોર્ટ જાહેર કરતાં બીજેપી સરકાર કેમ ડરે છે એવા વળતા પ્રહારો કરતાં ભારે ગરમાગરમીભર્યાં દૃશ્યો સભાગૃહમાં સર્જાયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK