Video: સ્ટૂડિયોમાં આવી પહોંચ્યો વાંદરો, પછી જુઓ શું થયું
સ્ટૂડિયોમાં આવી પહોંચ્યો વાંદરો
સામાન્ય રીતે ટીવી સ્ટૂડિયોમાં કોઇ લાઇવ ડિબેટ દરમિયાન કેટલાક ધારદાર પ્રશ્નો અને વિચારો ન મળતાં હોવાને કારણે તેમાં ભાગ લેનાર લોકો સ્ટૂડિયો છોડીને બહાર ચાલ્યા જાય છે કાં તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ડિબેટમાં ભાગ લેનારા એન્કરના સવાલોના જવાબ નથી આપતો નહીંતર લાઇવ કાર્યક્રમમાં કોઇક પ્રકારનો દુર્વ્યવહાર કરી દે છે તો તેમને બહાર કાઢી દેવામાં આવે છે.
પણ આવું પહેલી વાર જોવા મળ્યું છે કે જ્યારે સ્ટૂડિયોમાં બેઠેલી એન્કર એક વાંદરાને કારણે સ્ટૂડિયો છોડીને ભાગી ગઈ હોય. મિસ્ત્રમાં એવી જ એક ઘટના બની છે. આ લાઇવ ડિહેટમાં એક વાંદરાને કારણે મહિલા એન્કર સ્ટૂડિયોમાંથી બહાર નીકળી ગઈ. હકીકતે આ ઘટના તે સમયની છે જ્યારે મહિલા પત્રકારના પગ પર વાંદરાઓ હુમલો કરવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ચાલતો હતો લાઇવ શૉ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મિસ્ત્રના અલ હયાત ટીવીની પત્રકાર લુબના હકીકતે સ્ટૂડિયોમાં લાઇવ શૉ કરતી હતી. સ્ટૂડિયોમાં તેમની સાથે સહયોગી સદ્દામ હદ્દાદ પણ હાજર હતા. સ્ટૂડિયોમાં ઇન્ટરવ્યૂ માટે જેમને બોલાવવામાં આવ્યા હતા તેઓ પોતાની સાથે એક વાંદરો પણ લઈને આવ્યા હતા. આ કાર્યક્રમ પણ પ્રાણીઓ સાથે જોડાયેલો હતો. ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલા એન્કરે વાંદરાને સ્ટૂડિયોમાં પોતાની ખુરશીની પાસે બેસાડી દીધો. ત્યાર બાદ મહેમાન સામે સવાલ જવાબ શરૂ કર્યા.
આ દરમિયાન મહિલા એન્કર વાંદરાની સામે પણ જોતી રહી અને તેને બોલાવતી રહી. ઘણીવાર સુધી વાંદરો શાંત રહ્યો. ત્યાર બાગ એકાએક વાંદરો મહિલા એન્કર તરફ કૂદ્યો. જ્યારે વાંદરાએ મહિલા એન્કર તરફ જમ્પ કર્યું ત્યાર પછી તેણે વાંદરાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. વીડિયોમાં દેખાય છે કે તે વાંદરાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છતાં વાંદરો તેનાથી દૂર જતો નથી. તેના પછી મહિલા એન્કરને કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને સ્ટૂડિયોમા સેટને છોડીને નીકળી જવું પડ્યું.
Égypte : La présentatrice de télévision égyptienne Lobna Asal s'est enfui du plateau TV après avoir été "attaquée" par un singe qu'elle tenait en laisse... pic.twitter.com/0BmuUPWmJp
— Rebecca Rambar (@RebeccaRambar) May 27, 2020
પહેલા ખોળામાં બેસાડ્યો પછી કર્યા દૂર કરવાના પ્રયત્નો
મહિલા એન્કર પાસે બેસીને પહેલા તો વાંદરો શાંત રહ્યો. સ્ટૂડિયોના સેટ પર પહોંચ્યા પછી પણ વાંદરો શાંતિથી મહિલા એન્કરના ખોળામાં બેસી ગયો હતો. પણ એકાએક તેણે આક્રમક વલણ અપનાવીને એન્કરના પગ પકડવાનું શરૂ કરી દીધું. તે સમયે ડરને મારે એન્કરની ચીસ નીકળી ગઈ। જ્યારે વાંદરો વારંવાર મહિલા પ્રત્યે આક્રમક થતો ગયો ત્યારે મહિલા એન્કરે પોતાની પાસે રહેલા તકિયાનો ઉપયોગ કર્યો પણ અસફળ રહી. પછી સ્ટૂડિયોમાં હાજર અન્ય લોકો ચ્યાં આવ્યા અને તેમણે વાંદરા પર કાબૂ મેળવ્યો.