નેવીના ચીફ એડમિરલ સુનીલ લાંબા નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ કરમબીર સિંહની નવા નેવી ચીફ તરીકે પસંદગી કરી છે. કરમબીર સિંહ 1980માં નૌસેનામાં ભરતી થયા હતા. તેઓ 1982માં હેલિકોપ્ટર પાઈલટ બન્યા. કરમબીર સિંહ HAL ચેતક અને કામોવ 25 હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ ધરાવે છે.
વાઈસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નેવીના પૂર્વી નૌસમાન કમાન્ડના વર્તમાન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે. તેમણે 31 ઓક્ટોબર 2017ના રોજ પદભાર સંભાળ્યો હતો. નેવીમાં 39 વર્ષના કરિયર દરમિયાન તેમને અતિવિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરાયા છે.
કરમબીર સિંહ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ પોતાની કરિયર દરમિયાન ઈન્ડિયન કોસ્ટગાર્ડ શિપના કમાન્ડર પણ રહી ચૂક્યા છે. 31 મે, 2016ના રોજ તેમણે વાઈસ ચીફ નૌસેનાનો પદભાર સંભાળ્યો હતો. હવે તેઓ 31 મેના રોજ નેવીના ચીફ બનશે. ઉલ્લેખનીય છે કે 31 મે 2019ના રોજ નેવીના વર્તમાન ચીફ સુનીલ લાંબા રિટાયર થઈ રહ્યા છે.
સ્વદેશી ફાઇટર જેટ તેજસે જહાજમાંથી ટેકઓફ અને લેન્ડિંગનું પરીક્ષણ પાસ કર્યું
Oct 01, 2019, 20:15 ISTનૌસેનામાં સામેલ થઈ આઇએનએસ ખંડેરી સબમરીન
Sep 29, 2019, 10:57 ISTબાલાકોટ સ્ટ્રાઇક પછી ગુમ પાકિસ્તાની સબમરીન માટે 21 દિવસ શોધ ચાલેલી
Jun 24, 2019, 09:27 ISTWomen's Day 2019: જાણો ભારતીય નૌસેનાની મહિલા ટીમ 'તારિણી'ની નારી શક્તિ
Mar 08, 2019, 15:35 IST