વાયુના કારણે બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, જાણો કયું સિગ્નલ શું કહે છે?

અમદાવાદ | Jun 12, 2019, 21:46 IST

મોરબીના નવલખી પોર્ટ પર પણ 9 નમ્બરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. અહીં રસપ્રદ વાત એ છે કે જેટલું જોખમ વધું તેટલું મોટું સિગ્નલ બંદરો પર લગાવવામાં આવે છે, જેથી માછીમારો અને પોર્ટ પર કાર્યરત લોકો પરિસ્થિતિની ગંભીરતા સમજી શકે.

વાયુના કારણે બંદરો પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, જાણો કયું સિગ્નલ શું કહે છે?

રાજ્યના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાને કારણે 9 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. 9 નંબરનું સિગ્નલ સૌથી વધુ ભયજનક સ્થિતિની નિશાની છે. અમરેલીના જાફરાબાદ, ભાવનગરના ઘોઘા, દીવ, દ્વારકા, વેરાવળ અને પોરબંદરના જુદા જુદા બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના નવલખી પોર્ટ પર પણ 9 નમ્બરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે. અહીં રસપ્રદ વાત એ છે કે જેટલું જોખમ વધું તેટલું મોટું સિગ્નલ બંદરો પર લગાવવામાં આવે છે, જેથી માછીમારો અને પોર્ટ પર કાર્યરત લોકો પરિસ્થિતિની ગંભીરતા સમજી શકે.

સામાન્ય રીતે 1 નંબર એ ટોચની વસ્તુઓ માટે વપરાય છે. એટલે સામાન્ય માન્યતા એવી છે કે 1 નંબરનું સિગ્નલ સૌથી વધુ ભયજનક સ્થિતિ માટે હશે. પરંતુ અહીં એથી ઉલટુ છે. 1 નંબરનું સિગ્નલ ફક્ત ચેતવણી માટે લગાવવામાં આવે છે. જેમ જેમ પરિસ્થિતિ ગંભીર થતી જાય તેમ તેમ સિગ્નલ વધતું જાય છે.

અહીં વાંચો કયા નંબરનું સિગ્નલ બંદર પરની કઈ સ્થિતિ સૂચવે છે ?

1-નંબરનું સિગ્નલ - ફક્ત વાવાઝોડાની ચેતવણી

2-નંબરનું સિગ્નલ - વાવાઝોડું સક્રિય છે, અને દરિયામાં જહાજોને મુશ્કેલી પડી શકે છે.

3-નંબરનું સિગ્નલ - સપાટીવાળી હવાથી બંદર પર બય છે

4-નંબરનું સિગ્નલ - વાવાઝોડાથી બંદર પર ખતરો છે. પરંતુ અત્યાર સુધી કોઈ સાવચેતીના પગલા લેવા પડે એટલી ગંભીર સ્થિતિ નથી

5-નંબરનું સિગ્નલ - સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગે તેવી શકયતા

6-નંબરનું સિગ્નલ (ભય) - સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉત્તર દિશા તરફનો કિનારાઓ ઓળંગે તેવી શકયતા

7-નંબરનું સિગ્નલ (ભય) - મોટા આકારનું સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકય, જેને કારણે બંદર પર ભારે પવન ફૂંકાઈ શકે છે.

8-નંબરનું સિગ્નલ (મહાભય) - ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગે તેવી શકયતા, જેને કારણે બંદરે તોફાની હવાનો અનુભવ થાય.

9-નંબરનું સિગ્નલ (મહાભય) - ભારે તાકતવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવી શકયતા, જેથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ

10-નંબરનું સિગ્નલ (મહાભય) - ભારે તાકાતવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને જશે

11-નંબરનું સિગ્નલ (મહાભય) - ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK