વસઈ-વિરારને સૅટેલાઇટ સિટી બનાવવા ૫૫૭ કરોડનો પ્રોજેક્ટ

Published: 13th October, 2014 05:52 IST

વસઈ-વિરાર મહાનગરપાલિકાની સ્થાપનાને થોડાં જ વર્ષ થવા છતાં શહેરમાં સત્તાધારી બહુજન વિકાસ આઘાડીના હિતેન્દ્ર ઠાકુર અને ક્ષિતિજ ઠાકુર આ શહેરને આધુનિક બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે અને એથી એનો વિકાસ થઈ રહ્યો છે.

કેટલીક મહત્વાકાંક્ષી યોજનાની માહિતી આપતાં બહુજન વિકાસ આઘાડીના વસઈ વિધાનસભા બેઠકના ઉમેદવાર હિતેન્દ્ર ઠાકુરે કહ્યું હતું કે ‘શહેરને આધુનિક બનાવવા માટે ૫૫૭ કરોડ રૂપિયાના ખર્ચે સૅટેલાઇટ સિટી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ અંતર્ગત ૬૬ કરોડ રૂપિયાના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ગટરો બાંધવાના પહેલા તબક્કાનું કામ જારી છે. આને લીધે શહેરમાં ગટરોની ગંદકીની સમસ્યા દૂર થશે. હવે બીજા તબક્કાના વિકાસ પ્રોજેક્ટની ૧૨૩૮ કરોડ રૂપિયાની પ્રપોઝલ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. શહેરમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ માટે કેન્દ્ર સરકાર પાસે ૩૨.૭૩ કરોડ રૂપિયા મંજૂર કરાવવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ માટે ૧૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાથી ૧૪ આધુનિક વાહનો છે. ૪૦ મીટરની હાઇટ સુધી પહોંચવા માટે ટર્ન ટેબલ લેડર પણ ઉપલબ્ધ છે. એ સિવાય ઘરે-ઘરે રાંધણગૅસ મળે એ માટે ગૅસ ઑથોરિટીની મંજૂરી મળી ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK