Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈનાં બહેનને રૂ 359નો બર્ગર રૂ.43,900માં પડ્યો

વસઈનાં બહેનને રૂ 359નો બર્ગર રૂ.43,900માં પડ્યો

21 August, 2020 02:59 PM IST | Mumbai
Samiullah Khan

વસઈનાં બહેનને રૂ 359નો બર્ગર રૂ.43,900માં પડ્યો

16 ઓગસ્ટે એફઆઈઆર કરવામાં આવી છે

16 ઓગસ્ટે એફઆઈઆર કરવામાં આવી છે


વસઈનાં એક રહેવાસી સાથે રૂ.43,900ની ઓનલાઈન છેતરપિંડી થઈ છે.ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ ફૂડ ડિલિવરી એપનો કસ્ટમર સર્વિસ નંબર ગૂગલમાં સર્ચ કરતા ખોટા નંબર ઉપર કૉલ કર્યો જે તેને ખૂબ મોંઘું પડ્યું હતું.આ મહિલાએ ઝોમેટો (Zomato)માંથી બર્ગર ઓર્ડર કર્યો અને રૂ.359 બૅન્ક અકાઉન્ટમાંથી ઓનલાઈન ચૂકવ્યા. ખાસ્સા ટાઇમ  સુધીપાર્સલ નહીં આવતા તેણે વસઈની ભાભોલા બ્રાન્ચની રેસ્ટોરેન્ટમાં ફોન કરીને જણાવ્યું કે તેને હજી પાર્સલ મળ્યું નથી. જોકે રેસ્ટોરેન્ટવાળાએ તેમને ઓર્ડર મળ્યો જ નથી એવું જણાવીને આ મહિલાને ઝોમેટોના કસ્ટમર ડિલિવરી સર્વિસને કોન્ટેક્ટ કરવાની સલાહ આપી હતી.

આ સલાહને અનુસરતા મહિલાએ ગૂગલ સર્ચ કર્યું જેમાં 7098234510 આ નંબર મળ્યો હતો. માણેકપુર પોલીસે જણાવ્યું કે, મહિલાએ આ નંબર ઉપર ફોન કરતા દિપક શર્મા નામના વ્યક્તિએ વાત કરી અને તેણે કહ્યું કે ટેકનિકલ ખામીઓ અને બૅન્કોની હડતાલને લીધે પૈસા ક્રેડિટ થયા જ નથી. ત્યારબાદ આ વ્યક્તિએ મહિલાને એક લિન્ક મેસેજ કરી અને તેને ઓપન કરવા કીધું. પરંતુ આ લિન્ક ખૂલી જ નહીં. તેથી દિપકે તે લિન્ક ફરી તેને ફોરવર્ડ કરવા માટે કીધી હતી.



દિપકે આ મહિલાને ખાતરી આપી કે પૈસા પાછા મળી જશે. પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેના ખાતામાંથી બે વખત 5-5 હજાર રૂપિયા ડેબિટ થયા. મહિલાએ ફરી દિપકને ફોન કર્યો તો દિપકે એમ જ કહ્યું કે ટેકનિકલ ખામી છે અને તમને પૈસા પરત મળી જશે.


જોકે બીજા દિવસે આ મહિલાના ખાતામાંથી સીધા રૂ.33,900 ડેબિટ થયા. મહિલાએ કહ્યું કે, મે ઝોમેટોને ટ્વીટ કર્યું અને અધિકૃત કસ્ટમર પ્રતિનિધિએ મને ફોન કર્યો. તેમણે રૂ.359 પાછા આપ્યા. મે બૅન્કને પણ મેલ કર્યો પરંતુ તે લોકો કઈ કરી શક્યા નહી કારણ કે મે સંપૂર્ણ બૅન્ક વિગતો આપી દીધી હતી.

આ મહિલાને જે લિન્ક મોકલવામાં આવી તેનાથી મોબાઈલ હૅક કરીને ડેટા એક્સેસ કરવામાં આવ્યો. આ ઘટના 31 જાન્યુઆરીએ બની હતી પરંતુ બૅન્કે રિપ્લાઈ પણ છેક 11 ઓગસ્ટે આપ્યો.


ઝોમેટો પ્રવક્તાએ સ્પષ્ટતા આપી કે કસ્ટમર કૅર માટે તેમની કોઈ ફોન લાઈન નથી, તેમ જ કોઈ બૅન્ક વિગતો પણ માગવામાં આવતી નથી.16 ઓગસ્ટે એફઆઈઆર કરવામાં આવી, જેને આઈપીસીની કલમ 420 (ચીટીંગ) અંતર્ગત રજીસ્ટર્ડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2020 02:59 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK