વસઈના વાલિવ પોલીસ સ્ટેશન ક્ષેત્ર અંતર્ગત આવતાં વસઈ ફાટાના ખાન કપાઉન્ડમાં એક કંપનીમાં કામ કરતો મજૂર પોતાના ૭ સાથીદારોની મદદથી કંપનીના ૨૪ લાખ રૂપિયાના માલની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. કંપનીના માલિકે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
માહિમમાં રહેતા અનિલ જનધનીની વસઈ ફાટાના ખાન કપાઉન્ડમાં સ્ટીલની કંપની છે. કંપનીમાં કામ કરતાં રોહિત પ્રસાદવંશી પોતાના સાત સાથીદારો સાથે મળીને કંપનીનો ૨૪,૭૬,૦૦૦ રૂપિયાની આસપાસનો બધો માલ ટેમ્પોમાં ભરીને ફરાર થઈ ગયો છે. કંપનીના માલિકને ચોરી વિશે જાણ થતાં તેમણે તપાસ કરી ત્યારે એ કંપનીમાં કામ કરતાં મજૂર દ્વારા હાથસફાઈ કરાઈ હોવાનું સામે આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’
ટાંકા લેવા માટે વપરાતા દોરાનું ડુપ્લિકેટિંગ કરીને વેચવા બદલ મેડિકલ સ્ટોર્સ પર રેઇડ
20th January, 2021 12:04 ISTગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
20th January, 2021 11:38 ISTબીએમસીએ મધ્યમ વર્ગને આપ્યો વધારે એક ઝાટકો
20th January, 2021 11:29 IST