વસઈમાં ટીનેજર પર ગૅન્ગરેપ એક આરોપી પકડાયો, ત્રણ ફરાર

Published: 9th October, 2012 04:41 IST

વસઈ (ઈસ્ટ)માં આવેલા વાકણપાડા પરિસરમાં એક ટીનેજર છોકરી પર ચાર જણે મળીને ગૅન્ગરેપ કર્યો હતો. ચારમાંથી પોલીસે એકને પકડી પાડ્યો છે અને બાકીના ત્રણની શોધ ચાલુ છે. પકડાયેલા આરોપીને ૧૩ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો ર્કોટે આદેશ આપ્યો છે.વસઈ (ઈસ્ટ)ના વાકણપાડા પરિસરમાં આવેલા ચૌધરી કમ્પાઉન્ડમાં રહેતી ૧૬ વર્ષની એક છોકરી પર રવિવારે રાત્રે ચાર યુવકોએ ગૅન્ગરેપ કર્યો હતો. વાલિવપોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ૧૯ વર્ષના શૈફ મીરા જુલહબ સૈયદની અટક કરી હતી. પકડાયેલા આરોપીની પોલીસે તપાસ કરી તેની પાસેથી તેના સાથીદારોની માહિતી લીધી છે. આ ચારેય આરોપી વાકણપાડાના જ રહેવાસી છે. ૧૬ વર્ષની છોકરી ઘરેથી ઊતરીને દુકાને જઈ રહી હતી ત્યારે આ ચારેય યુવકોએ તેના પર નજર રાખી હતી. તેઓ તેને હેરાન પણ કરી રહ્યા હતા. દુકાનમાંથી છોકરી કમ્પાઉન્ડમાં જઈ રહી હતી ત્યારે ત્યાં કોઈ હતું નહીં એટલે એનો ફાયદો લઈને ચારે જણે છોકરી પર રેપ કર્યો હતો. આ બનાવની માહિતી છોકરીએ તેની માતાને આપી એટલે તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK