મુંબઈ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં વૅનના ડ્રાઇવરનું મોત

Published: Aug 14, 2020, 10:53 IST | Agencies | Mumbai Desk

પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુરુવારે બપોરે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ વૅન સાથે ટકરાતાં બન્ને વાહનો સળગી ઊઠ્યાં હતાં

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી) બસના કેટલાક પ્રવાસીઓને ઈજા પણ થઈ હતી.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી) બસના કેટલાક પ્રવાસીઓને ઈજા પણ થઈ હતી.

પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુરુવારે બપોરે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ વૅન સાથે ટકરાતાં બન્ને વાહનો સળગી ઊઠ્યાં હતાં, જેમાં વૅનના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી) બસના કેટલાક પ્રવાસીઓને ઈજા પણ થઈ હતી.
આ અકસ્માતમાં બસ બપોરે આશરે ૩.૩૦ વાગ્યે ગુજરાત તરફ આગળ વધી રહી હતી ત્યારે મનોર પોલીસ સ્ટેશન હેઠળના દેખલે ગામ નજીક લેનમાંથી બહાર જતી રહી હતી અને મુંબઈ તરફ જઈ રહેલી વૅન સાથે અથડાઈ હતી, એમ પાલઘર પોલીસના પ્રવક્તા સચિન નવાડકરે જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK