વાલિવના બે પોલીસને ચાર જણે લાકડીથી માર માર્યો

Published: 11th October, 2012 08:01 IST

વસઈમાં રાતે રાઉન્ડ પર નીકળેલા વાલિવના બે પોલીસને ચાર જણે લાકડી દ્વારા માર માર્યો હતો.

વસઈ-ઈસ્ટના એવરશાઇનનગરના ગોખીવરે ભાગમાં આવેલા ગાવરાઈપાડાની પાસે શંકર ભગવાનના મંદિર પાસે ચાર જણ મોડી રાત સુધી બેઠા હતા. વાલિવના હવાલદાર ડી. એ. પગારે અને પોલીસ-કૉન્સ્ટેબલ વિનાયક આવનાળે મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ રાઉન્ડ પર નીકળ્યાં હતા ત્યારે મંદિર પાસે આ ચાર જણને જોતાં તેમણે અહીં શું કામ બેઠા છો એમ પૂછ્યું હતું. ચારેયે બરાબર જવાબ ન આપતાં પોલીસે થોડું જોર દઈને ફરી પૂછ્યું તો તેઓ રોષે ભરાઈ ગયા. ચારેએ તેમની પાસે રહેલી લાકડીથી પોલીસને માર માર્યો. પોલીસના માથા પર માર વાગ્યો હતો. ત્યાર બાદ ચારેય ત્યાંથી નાસી ગયા હતા. વાલિવ પોલીસ સરકારી કામમાં અડચણનો કેસ નોંધી ચારેયની તપાસ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK