Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Valentine Day ના દિવસે કોંગ્રેસને ભાજપ પર આવ્યો પ્રેમ, જાણો શું કહ્યું

Valentine Day ના દિવસે કોંગ્રેસને ભાજપ પર આવ્યો પ્રેમ, જાણો શું કહ્યું

14 February, 2019 05:28 PM IST |

Valentine Day ના દિવસે કોંગ્રેસને ભાજપ પર આવ્યો પ્રેમ, જાણો શું કહ્યું

કૉંગ્રેસે ટ્વિટ કર્યો ફોટો

કૉંગ્રેસે ટ્વિટ કર્યો ફોટો


વેલેન્ટાઇન દિવસે વિશ્વના લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. પ્રેમી પંખીડાઓ ખાસ આજ દિવસનો આતુરતાથી રાહ જોતા હોય છે. પણ ભારતમાં પહેલીવાર એવું થયું કે કોઇ રાજકીય પક્ષે આ વેલેન્ટાઇન દિવસને ખાસ મહત્વ આપ્યું હોય. ત્યારે આજે આ ખાસ દિવસે કોંગ્રેસને લાગે છે કે પ્રેમનો નશો બરોબરનો ચડી ગયો છે અને ટ્વીટર પર પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરી છે.

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને વેલેન્ટાઇનના દિવસે પ્રેમનો રંગ ચડી ગયો છે. કોંગ્રેસને અનોખી રીતે હાલ કેન્દ્રની ભાજપની સરકારને વેલેન્ટાઇન ડે વિશ કર્યું છે. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ભાજપના નેતાઓના કાર્ટુન ફોટો મુકીને કટાક્ષમાં લખીને ટ્વીટ કરી છે. કોંગ્રેસે તમામ ટ્વીટ સાથે #LoveNotHate લખવામાં આવ્યું છે.



 


ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પોતાના કાર્યકાળમાં અનેક સ્થળોના નામ બદલ્યા છે. જેમાં કોંગ્રેસે ફોટોમાં લખ્યું છે કે “આજ સે તુમ્હારા નામ મેરી હૈ.” તો સાથે જે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇનીના ફોટામાં લખ્યું છે કે “મેં તુલસી યેલે કે ગાર્ડન કી.”


જ્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ માટે ટ્વીટમાં લખ્યું છે કે “ધ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ :ચલ છૈયા છૈયા X 2”. જ્યારે રક્ષા મંત્રી નિર્મલા સીતારામણના ફોટોમાં લખ્યું છે કે “ધ સાયલન્સર – યુ સે ઇટ બેસ્ટ, વેન યુ સે નથિંગ એટ ઓલ.”

આ પણ વાંચોઃ ભાજપ સરકારે ભાગેડુઓને દેવા માફ કર્યા, ખેડૂતોના ન કર્યાઃ રાહુલ

પરંતુ જરા રાહ જુઓ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહને પણ આમાંથી બાકાત નથી રાખ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોમાં કોંગ્રેસે લખ્યું છે કે “ધ એક્સિડેન્ટલ ચોકીદાર – ચોરી ચોરી, ચુપકે ચુપકે.” તો અમિત શાહ માટે લખવામાં આવ્યું છે કે “ધ પ્લેયર- નાયક નહી, ખલનાયક હું મેં.”

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 05:28 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK