૩૦ વર્ષની મહિલા ઊંઘતી હતી ત્યારે વિનયભંગની કોશિશ
વાકોલા પોલીસે તેની સામે વિનયભંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગઈ કાલે તેને ર્કોટમાં રજૂ કરતાં જુડિશ્યલ કસ્ટડી આપવામાં આવી હતી. વાકોલા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ઓમપ્રકાશ યાદવ આ મહિલાના ઘરની બાજુમાં રહેતો હતો. બુધવારે આ મહિલા રાત્રે ઘરમાં એકલી હતી ત્યારે તે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરીને તે મહિલાના રૂમમાં જતો રહ્યો હતો અને તેનો વિનયભંગ કરીને તેના પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી.