વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુએ મહિલાની પાસે કરી બીભત્સ માગણી

Published: Jun 30, 2020, 14:19 IST | Agencies | Ahmedabad

એક મહિલા સાથે સાધુની બીભત્સ ચેટિંગ વાઇરલ થતાં વિવાદ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાધુબાવાઓની કામલીલાઓ એક પછી એક વાઇરલ થઈ રહી છે. ઈડરના પાવાપુરી તીર્થના બે જૈન સાધુઓની કામલીલા વાઇરલ થયા બાદ વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલા વાઇરલ થઈ છે. વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એક વાર વિવાદોમાં સપડાયું છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઇવેટ ચેટિંગ વાઇરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઇલથી એક મહિલા સાથે બીભત્સ ચેટિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. સાધુ અને મહિલાની પ્રાઇવેટ ચેટિંગના શૉર્ટ હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં વડતાળ સ્વામિનારાયણ મંદિર પર એક મોટો દાઘ લાગ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વડતાળ સ્વામિનારાયણ મંદિરના સાધુએ ભગવો પહેર્યો હોવા છતાં તેમને સંસારની મોહમાયા છૂટતી નથી એવા એક કિસ્સામાં સંસારી મહિલા સાથે તેમની કામલીલાનો પર્દાફાશ થયો છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામી સાધુની પ્રાઇવેટ ચેટિંગ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. ભક્તિ કિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ ચેટિંગ કરતાં રંગેહાથે ઝડપાયા છે એટલું જ નહીં, ચેટિંગમાં મોકલેલા ફોટોમાં અન્ય એક સાધુ મહિલાનાં કપડાંમાં દેખાતાં મોટા પ્રશ્નો સર્જાયા છે. મંદિરની અંદર શું ચાલી રહ્યું છે એ લોકમુખે અલગ-અલગ અટકળો ચાલી રહી છે. વડતાળ સ્વામિનારાયણ મંદિરના ભક્તિ કિશોર સ્વામીના મહિલા સાથેના ફોટો પણ વાઇરલ થયા છે. સ્વામિનારાયણ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પરંતુ ભગવો પહેર્યો હોવા છતાં તેઓ મહિલાનો ત્યાગ કરી શક્યા નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK