વડોદરાની યુવતી એક મહિનાથી ન્યૂયોર્કમાં ખોવાઈ છે, નથી કોઈ માહિતી

Published: Jun 02, 2019, 16:52 IST | વડોદરા

વડોદરાની એક યુવતી છેલ્લા એક મહિનાથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગુમ થઈ છે. વડોદરાની માયુષી ભગત નામની યુવતી ન્યૂયોર્કમાં લાપતા બની છે.

માયુષી ભગત Image Courtesy : Facebook
માયુષી ભગત Image Courtesy : Facebook

વડોદરાની એક યુવતી છેલ્લા એક મહિનાથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ગુમ થઈ છે. વડોદરાની માયુષી ભગત નામની યુવતી ન્યૂયોર્કમાં લાપતા બની છે. અને એક મહિનાથી તેનો કોઈ અતોપતો નથી. આ મામલે ન્યૂયોર્ક પોલીસ તપાસ કરી રહી છે, જો કે માયુષીના કોઈ સગડ મળી નથી આવ્યા. માયુષ છેલ્લે 29 એપ્રિલના રોજ દેખાઈ હતી

 

ન્યૂયોર્ક પોલીસના કહેવા પ્રમાણે માયુષી 29 એપ્રિલે તેના ઘરમાં જોવા મળી હતી. છેલ્લે જ્યારે કોઈએ માયુષીને જોઈ ત્યારે તેણે કલરફૂલ પેન્ટ અને કાળી ટી શર્ટ પહેર્યા હતા. જો કે તે દિવસથી રહસ્યમય રીતે વડોદરાની યુવતી માયુષી ગાયબ છે. એકની એક પુત્રીના લાપતા થવાથી માયુષીના માતાપિતા ચિંતત થયા છે.

ઉલ્લેખનીય છે કે માયુષીનો પરિવાર વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહે છે. માયુષીએ વડોદરામાંથી ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે, અને તે 2016થી વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કમાં છે. માયુષીએ ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યું હતું. જ્યાં તે આગળનો અભ્યાસ કરી રહી છે.

વડોદરામાં રહેતા માયુષીના પિતા વિકાસ ભગત અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. વિકાસ ભગતનું કહેવું છે કે પુત્રી અંગે કોઈ સંપર્ક ન થયા બાદ તેમણે જર્સી સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. વિકાસ ભગતનું કહેવું છે કેતેમણે છેલ્લે વોટ્સએપ પર માયુષી સાથે વાત કરી હતી. જ્યારે તેમણે વાત કરી હતી, ત્યારે તેમની દીકરી એકદમ સ્વસ્થ હતી. પરંતુ 3 મે બાદ તે અચાનક જ ઘરે પરત આવી ન હતી માયુષીના માતા દિપ્તીબેન અને પિતા વિકાસ ભગત બંને પમ અમેરિકામાં જ છે. તેઓ ગત વર્ષે જ અમેરિકામાં સ્થાયી થયા છે. તેમનો દીકરો પણ અમેરિકામાં જ રહે છે.

આ પણ વાંચોઃ આશ્કા ગોરડિયા: અમદાવાદની યુવતીનો આવો છે હોટ અને બોલ્ડ અંદાજ

તો બીજી તરફ, જર્સી સિટી પોલીસ પણ માયુષીને શોધી રહી છે, પણ હજી સુધી માયુષી અંગે કોઈ ભાળ મળી નથી. પોલીસ તેની બહેનપણીઓ તથા તેની સાથે જોડાયેલા અન્ય લોકો સાથે પણ સતત વાત કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK