તો નીકળી જશે નોટાની નનામી

Published: Apr 21, 2019, 12:44 IST

વડોદરાના સોશ્યલ વર્કર અતુલ ગામેચીએ નોટાની નનામી બનાવીને નોટાનો પ્રચાર કરી કહ્યું કે ‘નોટા મત એ નકારાત્મક નહીં, પણ હકારાત્મક અભિગમ દેખાડે છે’

નોટા માટે અવેરનેસ જરુરી
નોટા માટે અવેરનેસ જરુરી

ઉમેદવાર ન ગમતો હોય તો ઘરે બેસી રહેવાને બદલે વૉટિંગ બૂથ સુધી જઈને ‘નોટા’ મત આપવો એમ ઇલેકશન કમિશન કહે છે, પણ એમ છતાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો આવું કરવાને બદલે ઘરે બેસી રહે છે. આવું ન બને અને આ જ વાતનો મેક્સિમમ પ્રચાર થાય એવા હેતુથી ગઈ કાલે વડોદરાના અતુલ ગામેચી નામના સોશ્યલ વર્કર નોટા વૉટની નનામીનું રૂપ ધારણ કરીને ઇલેકશન કમિશનરની ઑફિસમાં ઘૂસી ગયા હતા, તેમને જોઈને ખુદ ઇલેકશન કમિશનર પણ હેબતાઈ ગયા હતા. અતુલ ગામેચીએ કહ્યું હતું, ‘જો નોટાની બાબતમાં પણ લોકોને જાગૃત કરવામાં નહીં આવે તો એક દિવસ એવો આવશે કે નોટા વૉટ સિસ્ટમનું બાળમરણ થઈ જશે અને આ જ રીતે એની નનામી કાઢવી પડશે.’

 

આ પણ વાંચો: કચ્છ-રાપરના મોટા નેતાનું સેક્સકાંડ

 

નોટા મત નકારાત્મક નથી એવું સમજાવતાં અતુલભાઈએ કહ્યું હતું, ‘ન ગમતા ઉમેદવારની બાબતમાં પણ મત આપવો એ હકારાત્મક વાત છે અને એને એ જ રીતે લેવી જોઈએ. જો શારીરિક છૂટછાટ લેવાની બાબતમાં છોકરીની ‘ના’ ને ‘ના’ જ ગણવાની હોય તો પછી આ વાત લોકશાહીમાં પણ લાગુ પડે છે, પણ એ ‘ના’ કહેવા વૉટર્સે બહાર નીકળવું પડશે અને ‘નોટા’માં વૉટ આપવો પડશે’.અતુલભાઈએ કહ્યું હતું કે ‘નોટાના પ્રચાર-પ્રસાર માટે ખાસ ફંડ આપવામાં આવ્યું છે અને એ પછી પણ એનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો એ દુ:ખદ છે’.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK