વડોદરા: સ્થાનિકોએ ગટરની ગંદકીથી ત્રસ્ત થઈ PM મોદીને પત્ર લખી આમંત્રણ આપ્યું

Published: Jul 08, 2019, 09:06 IST | વડોદરા

વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી ૧૦૦થી વધુ સોસાયટીમાં ગટરની સુવિધા ન હોવાથી સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદે છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી ૧૦૦થી વધુ સોસાયટીમાં ગટરની સુવિધા ન હોવાથી સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદે છે. જેથી કંટાળેલા રહીશોએ આજે પીએમ મોદીને પીએમ ઑનલાઇન લેટર લખીને ગટર ખોદવાના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું.

વડોદરા શહેરના ભાયલી રોડ ખાતે આવેલી રીવેરા-૨, નારાયણ વેસ્ટ, સિલ્વર નેસ્ટ, સોલારીઝ, શામલ સહિતની ૧૦૦થી વધુ સોસાયટીઓમાં ગટર કનેક્શન જ અપાયું નથી. શરૂઆતમાં બિલ્ડરોએ ખાળકૂવા ખોદી આપ્યા હતા, પરંતુ ખાળકૂવા ઉભરાતા હવે આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે.

લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જેથી સોસાયટીઓના રહીશો પીએમ અને સીએમને અનેક વખત ઑનલાઇન ફરિયાદો કરી ચૂક્યા છે. આ ઉપરાંત વુડામાં પણ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આ સોસાયટીઓ તેમની અંડરમાં ન આવતી હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે.

આ પણ વાંચો: પીએમ નરેન્દ્ર મોદી: પેનથી કપડા સુધી આ બ્રાન્ડ્સની વસ્તુ વાપરે છે

ગટરનાં પાણી ઉભરાતાં સમગ્ર વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ગંદકીથી કંટાળેલા આસપાસના ૨૦ જેટલા રહીશો આજે ભેગા થઇ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દેશના પીએમ નરેન્દ્ર મોદીને ઑનલાઇન લેટર લખીને આમંત્રણ આપ્યું હતું. જેમાં રહીશોએ લખ્યું છે કે, માફી સાથે અમે તમને કહીએ છીએ કે, અમે ગટર ખોદવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં તમને હાજર રહેવા માટે આમંત્રણ આપીએ છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK