ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને ફરીથી લખનઉની મેંદાતા હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટમાં થતા દુખાવાના લીધે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને શનિવારે જ ડૉક્ટરોએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો હતો પરંતુ રવિવારે સાંજે ફરીથી તબિયત ખરાબ થતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
જણાવી દઈએ કે પેટમાં સોજો અને દુખાવો થવાથી બુધવારે સાંજે મુલાયમ સિંહ યાદવને મેંદાતા હોસ્પિટલમાં દાખલા કરવામાં આવ્યા હતા. બે દિવસ સારવાર બાદ તબિયતમાં સુધારો થવાથી ડૉક્ટર્સે એમને હોસ્પિટલમાંથી રજા આપી હતી.
શનિવારે હોસ્પિટલના ડૉ રાકેશ કપૂરે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું પેટ ભરેલુ અને ફૂલ લાગી રહ્યું હતું. બાદ કોલોનોસ્કોપી કરાવ્યા બાદ એમને આરામ મળ્યો. શનિવારે લગભગ 11.30 વાગ્યે એમને ડિસ્ચાર્જ મળ્યો હતો. પરંતુ રવિવારે ફરીથી તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. મેંદાતા ડૉ. રાકેશ કપૂરે જણાવ્યું કે હવે એમની તબિયતમાં સુધારો થયો અને તેઓ સ્વસ્થ છે.
29 જાન્યુઆરીએ રિલીઝ થશે 'મેં મુલાયમ સિંહ યાદવ', OTT પર પણ જોવા મળશે
23rd January, 2021 12:05 ISTરાહુલના ગાંધીના આંખ મારવા અને ગળે મળવા પર PMએ સંસદમાં કર્યો કટાક્ષ
13th February, 2019 19:33 ISTલોકસભામાં PM મોદીના પક્ષમાં બોલ્યા મુલાયમસિંહ, કહ્યું- ફરી બનો વડાપ્રધાન
13th February, 2019 18:58 ISTશિવપાલની જનાક્રોશ રેલીને મળ્યો મુલાયમ સિંહનો સાથ
9th December, 2018 17:09 IST