હાઈ અલર્ટ વચ્ચે અફઘાનની હાજરીમાં 24 કરોડનું ડ્રગ્સ કચ્છમાં ઊતરેલું

Published: May 09, 2019, 08:22 IST | ઉત્સવ વૈદ્ય | ભુજ

નાપાક પાકિસ્તાનને અડકીને આવેલો અને અતિ સંવેદનશીલ કચ્છનો સમુદ્રતટ સરહદ પારના ડ્રગ્સ સ્મગલરો માટે રેઢો પટ બન્યો છે.

ડ્રગ્સ
ડ્રગ્સ

નાપાક પાકિસ્તાનને અડકીને આવેલો અને અતિ સંવેદનશીલ કચ્છનો સમુદ્રતટ સરહદ પારના ડ્રગ્સ સ્મગલરો માટે રેઢો પટ બન્યો છે. ગુજરાત રાજ્ય ત્રાસવાદવિરોધી દળ- સૂત્રોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ગત ૧૯મી માર્ચે અબડાસાના પિંગળેશ્વર કાંઠે ૨૪ કિલોગ્રામ મેથામ્ફેટામાઈનનો જથ્થો ઊતર્યો હતો.

આ ડ્રગ્સ આઈસ અથવા પાર્ટી ડ્રગ્સ તરીકે વધુ ઓળખાય છે. જખૌ આસપાસ રહેતો એક બોટમાલિક મધદરિયે જઈ ૫ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પિંગળેશ્વર કાંઠે લાવ્યો હતો. જે સમયે ડ્રગ્સ ઊતયું તે સમયે અફઘાનિસ્તાનનો રાઝી નામનો શખ્સ પણ પિંગળેશ્વર ખાતે હાજર હતો. પાકિસ્તાની ડ્રગ્સ હેન્ડલરે આ ડ્રગ્સની મધદરિયે ડિલિવરી કર્યા બાદમાં નાનાં-નાનાં પેકેટમાં પેક કરી દિલ્હીના પહાડગંજમાં રહેતા મૂળ કેરળના વતની મોહમ્મદ અબ્દુલ સલીમ કુન્નીને પહોંચતું કરાયું હતું. ગત ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા ભીષણ આતંકી હુમલા અને ત્યારબાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકના પગલે ભારત-પાકિસ્તાનની સરહદે હાઈ અલર્ટ જાહેર થઈ ગયું હતું.

તણાવભરી પરિસ્થિતિ વચ્ચે જળ અને રણ સીમાએ સુરક્ષા દળોએ તેમના પેટ્રોલિંગને સઘન બનાવ્યું હતું તે સમયે ૧૯ માર્ચે કચ્છના કાંઠે ડ્રગ્સનો જથ્થો લૅન્ડ થયો હતો. મધદરિયે જઈ ડ્રગ્સ હેન્ડલર પાસેથી બોટમાં ૫ કિ.ગ્રા. ડ્રગ્સ લાવનાર જખૌ આસપાસનો રહેવાસી છે. એટીએસના સૂત્રોએ આ બોટમાલિકની ઓળખ થઈ ગઈ હોવાનું જણાવી ટૂંક સમયમાં તેની ધરપકડ થશે તેવો નિર્દેશ આપ્યો છે. ગત ૨૭મી માર્ચના રોજ ત્રાસવાદવિરોધી દળે ૫૦૦ કરોડનું ડ્રગ્સ લઈ પોરબંદર તરફ આવી રહેલી બોટને મધદરિયે આંતરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ બોટમાં સવાર ખલાસીઓએ બોટને મધદરિયે ફૂંકી મારી હતી. દળે બોટમાં સવાર ૯ શખ્સની ધરપકડ કરી હતી જેમાંનો એક અફઘાન નાગરિક રાઝી હતો.

આ પણ વાંચો : મુંબઈમાં સિંહ-સિંહણની જોડી આપવાની રૂપાણીએ આપી મંજૂરી

દળે રાઝીનું સઘન ઈન્ટરોગેશન કરતાં તેણે ૧૯ માર્ચે કચ્છકાંઠે ૨૪ કરોડનું ડ્રગ્સ લૅન્ડ થયું હોવાનું કબૂલી દિલ્હી કનેક્શન અંગે જણાવ્યા બાદ દળે દિલ્હીમાં કુન્નીને ત્યાં દરોડો પાડી ૨૪ કિલો આઈસ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. રાઝીની પૂછતાછમાં ખૂલ્યું હતું કે, તે મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. તેની જેમ જ અન્ય એક અફઘાની નાગરિક નિયામતખાન એહમદઝઈ પણ પ્રોસ્ટેટની સારવારના બહાને મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો અને કુન્ની સાથે રહ્યા હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK