અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે Apple ને આપી ચેતવણી

Published: 28th July, 2019 22:21 IST | Washington

વિશ્વની સૌથી મોટી IT કંપની એપલ (Apple) કંપનીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

Washington DC : વિશ્વની સૌથી મોટી IT કંપની એપલ (Apple) કંપનીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી દેતા ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કુકને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કંપની મેક બુક પ્રો લેપટોપના પાર્ટ ચીનમાં બનાવશે તો તેને ઇમ્પોર્ટ ચાર્જમાં છૂટ નહીં મળે. અમેરિકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે ટ્વિટ કર્યુ કે, એપલને મેક બુક પ્રોના ચીનમાં બનનારા પાર્ટ પર ઇમ્પોર્ટ ચાર્જમાં છૂટ નહીં આપવામાં આવે. તેને અમેરિકામાં બનાવો, તેની પર કોઈ ચાર્જ નહીં લાગે.

 
ટ્રેડ વોર છતાંય એપલ બનાવી રહી છે યોજના
અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર છતાંય એપલ કથિત રીતે પોતાના નવા લોન્ચ થયેલા મેક પ્રો ડેસ્કટોપ કોમ્પ્યૂટરનું ઉત્પાદન ચીનમાં કરવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટેક કંપનીએ તાઇવાનના ક્વાંટા કોમ્પ્યૂટર ઇન્કને 6,000 ડોલરના ડેસ્કટોપ કોમ્પ્યૂટરના નિર્માણના સંબંધમાં વાત કરી છે અને શંઘાઈની પાસે એક ફેક્ટરીમાં ઉત્પાદનની તૈયારી કરી રહી છે.

આ પણ જુઓ : બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

ટ્રમ્પ કુકને આ ઉત્પાદન ચીનથી અમેરિકા સ્થળાંતરિત કરવા માટે કહી રહ્યા છે. ટ્રમ્પના ટ્વિટ બાદ અમેરિકન સ્ટોક એક્સચેન્જ નેસ્ડેક ઇન્ડેક્સ પર એપલના શેરોમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK