અમેરિકાએ એચ-૧બી વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત એચ-૧બી વિઝા ફાળવણી માટે હાલની લૉટરી સિસ્ટમને બદલીને પગાર તેમ જ કુશળતા (સૅલરી અને સ્કીલ)ને પ્રાધાન્ય અપાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિઝા માટેના અંતિમ નિયમ ૮ જાન્યુઆરીના ફેડરલ રજિસ્ટરમાં પ્રકટ થશે. વિઝા પ્રક્રિયામાં ફેરફારનો ઉદ્દેશ અમેરિકામાં શ્રમિકોનાં આર્થિક હિતોની સુરક્ષા કરવાનો છે. સાથે જ અસ્થાયી રોજગાર કાર્યક્રમથી ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે.
યુએસ સિટિઝન અૅન્ડ ઇમિગ્રેશન સર્વિસે જણાવ્યા મુજબ એચ-૧બી વિઝા પસંદગી પ્રક્રિયામાં સંશોધનથી નોકરીદાતાઓને ઉચ્ચ વેતન તેમ જ ઉચ્ચ પદ માટે જાહેરાત આપવામાં પ્રોત્સાહન મળશે. સાથે જ કંપનીઓને જરૂરિયાત મુજબ કર્મચારીઓને રાખવા તેમ જ કંપનીને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી કાયમ રાખવાનો માર્ગ મોકળો થશે.
ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી
22nd January, 2021 13:09 ISTઇઝરાયલમાં વૅક્સિન લીધા છતાં પણ ૧૨,૦૦૦ લોકો થયા કોરોના પૉઝિટિવ
22nd January, 2021 12:47 ISTએમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી
22nd January, 2021 12:42 ISTરિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર
22nd January, 2021 12:37 IST