ગર્લફ્રેન્ડને બ્લૅકમેઇલ કરનાર યુએસ રિટર્ન સ્ટુડન્ટ પકડાયો

Published: 26th December, 2011 04:44 IST

ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના અશ્લિલ ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર મૂકવાના મામલે ગઈ કાલે મુંબઈ ઍરર્પોટ પરથી ૨૫ વર્ષના સ્વપ્નિલ બલિરામ પાટોળેની ધરપકડ કરી હતી. આ યુવક મૂળ કોલ્હાપુરનો છે તથા છેલ્લાં ત્રણ વર્ષથી અમેરિકામાં હતો. ગઈ કાલે અમેરિકાથી પાછા ફરતાંની સાથે ઍરર્પોટ પર જ તેની અરેસ્ટ કરવામાં આવી હતી.


સ્વપ્નિલ કોલ્હાપુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં અભ્યાસ કરતો હતો. આ જ ઇન્સ્ટિટ્યૂટમાં બાયોટેક્નૉલૉજીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહેલી એક યુવતી સાથે તેને ફ્રેન્ડશિપ થઈ હતી. એક વખત સ્વપ્નિલ તેને પોતાની કારમાં લઈ ગયો હતો અને કોલ્ડ ડ્રિન્ક પીવડાવ્યું હતું. ત્યાર બાદ સ્વપ્નિલ તેને હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં પ્રપોઝ કરીને કઢંગી હાલતમાં તેની તસવીરો ખેંચી હતી.


પછી તેણે યુવતીને તેના ફોટોગ્રાફ્સ બતાવીને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની પાસેથી દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ યુવતીએ મચક ન આપતાં તેણે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર તે યુવતીનો નકલી પ્રોફાઇલ બનાવી એના પર અશ્લિલ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા. યુવતીએ તેની સામે પોલીસફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે અમેરિકામાં છે. ગઈ કાલે તે પાછો આવ્યો ત્યારે પોલીસે ઍરપોર્ટ પર જ તેની ધરપકડ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK