આખરે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો વ્હાઇટ હાઉસ ખાલી કરવાનો સંકેત, કહ્યું આ...

Published: 24th November, 2020 12:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે કોઇપણ પુરાવા વગર વારંવાર ટ્રમ્પ દાવો કરે છે કે તેમની પાસેથી આ ચૂંટણી 'ચોરવામાં આવી છે.'

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

રિપબ્લિકન પ્રશાસનના GSAને આગળની કાર્યવાહી કરવા અને બાઇડન પ્રશાસન સાથે કામ કરવાની પરવાનગી મળતા એ સ્પષ્ટ છે કે હવે ટ્રમ્પ સરકારનો અંત નજીક છે. જો કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે કોઇપણ પુરાવા વગર વારંવાર એ દાવો કરે છે કે તેમનાથી આ ચૂંટણી 'ચોરવામાં આવી છે.'

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા છે. સોમવારે આગામી રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રશાસન માટે માર્ગ મોકળો કરનાર સરકારી એજન્સીએ કહ્યું હતું કે સત્તા હસ્તાંતરણમાં આવેલી અડચણો આખરે હટી રહી છે. ત્યાર પછી ટ્પમ્પે પણ સંકેત આપ્યા કે હવે જનરલ સર્વિસિઝ એડમિનિસ્ટ્રેશને 'તે કરવું જોઇએ જે કરવાની જરૂર છે.' આ રીતે ટ્રમ્પ, જો બાઇડનથી પોતાની હાર સ્વીકારવાની નજીક આવી ગયા છે.

જો કે, તે જ ટ્વીટમાં તેમણે ફરી એકવાર એ કહ્યું કે તે હાર નથી માનતા. તેમણે કહ્યું કે, "અમે સારી લડાઇ ચાલુ રાખશું અને મને વિશ્વાસ છે કે અમે જીતશું."

નોંધનીય છે કે, રિપબ્લિકન પ્રશાસનના GSAને આગળની કાર્યવાહી કરવા અને બાઇડન પ્રશાસન સાથે કામ કરવાની પરવાનગી મળતા એ સ્પષ્ટ છે કે હવે ટ્રમ્પ સરકારનો અંત નજીક છે. જો કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે કોઇપણ પુરાવા વગર વારંવાર એ દાવો કરે છે કે તેમનાથી આ ચૂંટણી 'ચોરવામાં આવી છે.'

હવે આનો અર્થ એ છે કે બાઇડનની ટીમને ફન્ડ, ઑફિસ સ્પેસ અને ફેડરલ અધિકારીઓને મળવાનો અધિકાર મળી જશે. બાઇડનની ઑફિસ જે કલાકો પહેલા જાહેરાત કરી હતી અમેરિકન વિદેશ નીતિઓ અને સુરક્ષા પદો માટે ખૂબ જ અનુભવી લોકોના એક સમૂહની નિયુક્તિ થશે, તેમણે કહ્યું કે, "GSA હવે સત્તાના સરળ અને શાંતિપૂર્ણ હસ્તાંતરણમાં જરૂરી મદદની પરવાનગી આપી દેશે."

બાઇડનના ટ્રાન્ઝિશન ડિરેક્ટર યોહાનેસ અબ્રાહમે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "આગામી દિવસોમાં, ટ્રાન્ઝિશન અધિકારી ફેડરલ અધિકારીઓ સાથે મળવાનું શરૂ કરશે જેથી મહામારીને લઈને થતા કામ, રાષ્ટ્રીય સુરક્ષા હિત પર સંપૂર્ણ ડિટેલ અને સરકારી એજન્સીઓને ખોખલાં કરવાના ટ્રમ્પ પ્રશાસનના પ્રયત્નોને સંપૂર્ણ રીતે સમજી શકાય."

ટ્રમ્પ તરફથી આ સંકેત મિશીગન તરફથી પોતાના ચૂંટણીના નિર્ણયોની પુષ્ઠિ કર્યા પછી આવ્યો છે. તો, બીજી તરફ વધુ શક્તિશાળી ટ્રમ્પના સમર્થકોએ માગ કરી છે કે ટ્રમ્પ આ ગતિરોધ ખતમ કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK