Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ૪૪ વર્ષોમાં યુદ્ધનો ભોગ બનેલા કરતાં વધુના COVID-19થી જીવ ગયા

અમેરિકામાં ૪૪ વર્ષોમાં યુદ્ધનો ભોગ બનેલા કરતાં વધુના COVID-19થી જીવ ગયા

29 May, 2020 04:30 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં ૪૪ વર્ષોમાં યુદ્ધનો ભોગ બનેલા કરતાં વધુના COVID-19થી જીવ ગયા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અમેરિકામાં કોરોના સંક્રમણથી મોતનો આંકડો ૧ લાખથી પણ આગળ પહોંચી ગયો છે. જોકે વર્લ્ડમીટર અને કેટલીક અન્ય વેબસાઇટ્સે બુધવારે જ ૧ લાખ મૃત્યુ થયાં હોવાનું જાહેર કરી દીધું હતું, પરંતુ અમેરિકાના ઑફિશ્યલ ડેટામાં આજે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા જાહેર કરી છે. અમેરિકાએ છેલ્લાં ૪૪ વર્ષોમાં કોરિયા, વિયતનામ, ઇરાક અને અફઘાનિસ્તાનમાં ભીષણ યુદ્ધ કર્યા છે, પરંતુ કોરોનાથી માત્ર ત્રણ મહિનામાં યુદ્ધ કરતાં વધારે અમેરિકન લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે અમેરિકામાંથી કોરોના સંક્રમણનો સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પરંતુ બુધવારે પણ અહીં ૨૦,૦૦૦થી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે અને ૧૫૦૦થી વધારે લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યાં છે. ટ્રમ્પ કોરોના વાઇરસને ચીની વાઇરસ કહી રહ્યા છે અને સતત ચીન પર નિશાન સાધી રહ્યા છે,



પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકો જ તેમના કોરોના સંક્રમણને અટકાવવાને લઈને જાહેર કરતા નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા જ કોરોના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 04:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK