અમેરિકાનું આઉટસોર્સિંગ કરતાં ભારતીય કૉલસેન્ટરો પર તોળાતી ખતરાની તલવાર

Published: 22nd December, 2011 08:49 IST

અમેરિકામાં સંભવિત મંદીની ભારે આશંકાને કારણે બીજા દેશોમાં ઓછી કિંમત આપીને આઉટસોર્સિંગથી કામ કરાવતી અમેરિકન કંપનીઓ તરફ સરકારનું વલણ કડક બન્યું છે.

 

તાજેતરમાં અમેરિકન સંસદની પ્રતિનિધિસભામાં એક ખરડો રજૂ કરવામાં આવ્યો છે અને જો આ ખરડો પસાર થઈ ગયો તો જે અમેરિકન કંપનીઓ ભારત જેવા દેશોમાં નોકરીઓ આપી રહી છે એમને પાંચ વર્ષ સુધી અમેરિકન સરકાર તરફથી ગ્રાન્ટ અને ગૅરન્ટેડ લોન મળવાની બંધ થઈ જશે. નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકન કંપનીઓ આ કાયદાના દબાણમાં આવીને ભારતમાં પોતાનું કામ બંધ કરી દેશે તો એની સીધી અસર ભારતીય કૉલસેન્ટરોમાં કામ કરી રહેલા લાખો યુવાનો પર પડશે.

આ ખરડાને મંજૂરી મળ્યા બાદ જો કૉલસેન્ટર ૬૦ દિવસની અંદર અમેરિકાના લેબર વિભાગને પોતાના કૉલસેન્ટરના ટ્રાન્સફરની જાણકારી આપવામાં નિષ્ફળ જશે તો કંપનીને પ્રતિદિન ૧૦ હજાર ડૉલર (આશરે પાંચ લાખ રૂપિયા)ની પેનલ્ટી ફટકારવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK