યુપીએ સરકારે સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી : મનમોહન સિંહ

Published: May 03, 2019, 10:10 IST | નવી દિલ્હી

મનમોહન સિંહે ખુલાસો કર્યો છે કે UPA સરકારે સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સાથે એવું પણ કહ્યું કે આર્થિક નિષ્ળતાઓને છુપાવવા મોદી સરકાર સેનાને ઢાલ બનાવી રહી છે.

મનમોહન સિંહના સરકાર પર પ્રહાર
મનમોહન સિંહના સરકાર પર પ્રહાર

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક મોરચે નિષ્ફળતાને અક્ષમ્ય ગણાવીને દાવો કર્યો હતો કે અગાઉની અમારી યુપીએ સરકાર સત્તા પર હતી ત્યારે સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પરંતુ એનો ક્યારેય મતબેન્ક તરીકે ઉપયોગ કરાયો ન હતો. મોદી સરકારની ટીકા કરતાં મનમોહન સિંહે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર આર્થિક નિષ્ફળતાઓ છુપાવવા લશ્કરની બહાદુરીને ઢાલ બનાવી રહી છે અને આ પ્રકારનું વર્તન શરમજનક તેમ જ અસ્વીકાર્ય છે.’

86વર્ષીય ડૉ. સિંહ રાજ્યસભાના સાંસદ છે. વર્તમાન લોકસભાના ચૂંટણીપ્રચાર દરમ્યાન બીજેપીના અધ્યક્ષ અમિત શાહે અને સુરક્ષા પ્રધાન નિર્મલા સિતારામને 26/11ના મુંબઈ આતંકી હુમલા વખતે તત્કાલિન કેન્દ્ર સરકારે અયોગ્ય પગલાં લીધાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાને આ મામલે જણાવ્યું કે ‘યુપીએ સરકારે પણ લશ્કરી મદદ દ્વારા વળતો પ્રહાર કર્યો હોત, પરંતુ એ વખતે કેન્દ્ર સરકારે પાકિસ્તાનને એકલું પાડીને રાજદ્વારી પગલાંથી આતંકવાદનું કેન્દ્ર હોવાનું પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો.’

આ પણ વાંચોઃ બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ અને સ્થળની યાદી

19 જૂન 2008 - ભટકલ પૂંજ, પૂંચ
૩૦ ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર 2011 - શારદા સેક્ટર, કેલમાં નીલમ રિવર વૅલી
6 જાન્યુઆરી 2013 - સાવન પત્ર ચેકપોસ્ટ
17થી 28 જુલાઈ 2013 - નાજપીર સેક્ટર
6 ઑગસ્ટ 2013 - નીલમ વૅલી
14 જાન્યુઆરી 2014 - તત્કાલીન સેનાઅધ્યક્ષ વિક્રમ સિંહે 23 ડિસેમ્બર 2013ની એક સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK