ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ, કહ્યું પાકિસ્તાન ચલે જાઓ

Published: Dec 29, 2019, 10:56 IST | Meerut

મેરઠના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે લઘુમતીને ધમકાવતાં કહ્યું...

ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ

નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધમાં ગયા સપ્તાહે ફાટી નીકળેલી હિંસા દરમિયાન મેરઠના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અખિલેશ નારાયણ મુસ્લિમોને ધમકાવતા હોય એવી વિડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

આ ક્લીપ ૨૦ ડિસેમ્બરની હોય એવું કહેવાય છે. એમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અખિલેશ નારાયણ કહે છે, ખાતે હો યહાં કા ઔર ગાતે હો કિસી ઔર કા... તો બહેતર હૈ ચલે જાઓ પાકિસ્તાન... (અહીંનું ખાઈને બીજાની એટલે કે પાકિસ્તાનની તરફેણમાં બોલો છો તો પછી પાકિસ્તાન જ ચાલ્યા જાઓને...)

મેરઠના લિસાડી ગેટ વિસ્તારમાં તોફાનીઓએ ખૂબ તોડફોડ કરી હતી. ચારેબાજુ હિંસક વાતાવરણ હતું. ભારે પથ્થરમારા ઉપરાંત તોફાનીઓએ ગોળીબાર કર્યા હતા. એવા સમયે અખિલેશ નારાયણ અને અતિરિક્ત ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ હિંમત કરીને તોફાની યુવાનોની પાછ દોડ્યા હતા. ત્યાર બાદ ગલીમાં જમા થયેલા મુસ્લિમોને સંબોધીને અખિલેશ નારાયણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા એમ કહેવાય છે.

તેમણે ઉમેર્યું હતું કે આ ગલી મને બરાબર યાદ રહી ગઈ છે. મને જે યાદ રહી જાય એને હું નાની યાદી કરાવી દઉં છું એ ભૂલતા નહીં... આ ગલીમાં હવે પછી કંઈ થશે તો તમારે બહુ આકરી કિંમત ચૂકવવી પડશે એ યાદ રાખજો...

આ પણ વાંચો : એક રાષ્ટ્ર, એક રૅશનકાર્ડ યોજના 15 જાન્યુઆરીથી 12 રાજ્યોમાં લાગુ થશે

ત્યાર બાદ તેમણે લોકોને અશ્લીલ ગાળો આપી હતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ એવું બોલતા સંભળાયા હતા કે કાલા-પીલા કપડા બાંધકર જ્યાદા બવાલ કર રહે હો, કાલે કપડે કા જ્યાદા શૌક હૈ, સેકન્ડ લગેગા સબ કુછ યહાં કાલા હો જાયેગા...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK