યુનિ. કર્મચારીના બૅન્ક ખાતામાં ભૂલથી ૬ લાખ જમા થતાં બોલ્યો, વડાપ્રધાને પહેલો હપ્તો મોકલ્યો

નવી દિલ્હી | Jul 22, 2019, 08:27 IST

એકસરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બૅન્ક અકાઉન્ટમાં ભૂલથી જમા થઈ ગયેલા પૈસા આ કર્મચારીએ એમ કહીને પાછા આપવાની ના પાડી દીધી છે કે, મોદીજીએ લોકોને ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો અને મારા બૅન્ક અકાઉન્ટમાં પહેલો હપ્તો જમા થયો છે.

યુનિ. કર્મચારીના બૅન્ક ખાતામાં ભૂલથી ૬ લાખ જમા થતાં બોલ્યો, વડાપ્રધાને પહેલો હપ્તો મોકલ્યો

એકસરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બૅન્ક અકાઉન્ટમાં ભૂલથી જમા થઈ ગયેલા પૈસા આ કર્મચારીએ એમ કહીને પાછા આપવાની ના પાડી દીધી છે કે, મોદીજીએ લોકોને ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો અને મારા બૅન્ક અકાઉન્ટમાં પહેલો હપ્તો જમા થયો છે.

પૈસા પાછા આપવાની ના પાડનારા કર્મચારીને યુનિવર્સિટીના તંત્રે સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી છે. યુપીની હરકોર્ટ બટલર ટેક્નિકલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપકુમારને કન્સલટન્સી પેટે એક કંપની પાસેથી ૬.૩૮ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જોકે આ રકમ એક જ પ્રકારનું નામ હોવાથી ચોથા વર્ગના કર્મચારી પ્રદીપકુમારના બૅન્ક અકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી.

યુનિવર્સિટીએ કર્મચારીને રકમ પાછી આપવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, આ રકમ તો મારા અકાઉન્ટમાં મોદીજીએ મોકલાવી છે. એવું કહેવાય છે કે, પૈસા જમા થયા બાદ પ્રદીપકુમારે બીજા જ દિવસે ૪.૩૫ લાખની રકમ ઉપાડીને વાપરી કાઢી હતી. હવે પૈસા પાછા આપવાની ના પાડનાર કર્મચારીનું બૅન્ક અકાઉન્ટ યુનિવર્સિટીએ સિઝ કરાવી દીધું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK